કલ્પેશ શાહ :- સીંગવડ
ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે સ્થિત ભથવાડા ટોલનાકા નજીક અકસ્માતે લાગેલી આગમાં માલ સામાન ભરેલા ટ્રક ભડથું થયો
આગના બનાવના પગલે એક તરફનો માર્ગ ડાયવર્ટ કરાયો:જોકે સદભાગ્યે કોઈ જાનહાની નહિ..
સીંગવડ તા.01
દાહોદથી ગોધરા રોડ ઉપર જતા ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે સ્થિત ભથવાડા ટોલ નજીક સવારના સુમારે એમ.પી-09. એચ.એફ-5490 નંબરના ટ્રકમાં અકસ્માતે આગ લાગી જતા માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો.કોઈક કંઈક સમજે તે પહેલા આગની લેપટોએ આખા ટ્રકને લપેટમાં લેતા માલસામાન ભરેલો ટ્રક સંપૂર્ણપણે બળીને રાખ થઇ જવા પામ્યો હતો. ત્યારે આ બનાવ સબંધે નેશનલ હાઇવે ઓથોરિટીના કર્મચારીઓએ લોકોની સુરક્ષા સલામતી ધ્યાને રાખી હાઇવેનો એક તરફનો માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી. તેમજ સંતરોડ જવાના રસ્તા પરથી ડાયવરઝન આપીને આગળ ઓરવાડા સુધી સિંગલ પટ્ટી ચલાવવામાં આવી હતી. જોકે ઘટનાના પગલે કોઇ જાનહાની ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.આગના બનાવમાં ટ્રકના માલિકને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળે છે.