Friday, 29/03/2024
Dark Mode

દે.બારીયા તાલુકાના પીપલોદમાં ભેજાબાજે મોટી ઝરીના યુવકના ખાતામાંથી બારોબાર 50 હજાર ઉડાવ્યા: પોલીસ ફરિયાદ નોંધાઈ 

July 27, 2021
        1490
દે.બારીયા તાલુકાના પીપલોદમાં ભેજાબાજે મોટી ઝરીના યુવકના ખાતામાંથી બારોબાર 50 હજાર ઉડાવ્યા: પોલીસ ફરિયાદ નોંધાઈ 

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દે.બારીયા તાલુકાના પીપલોદમાં ભેજાબાજે મોટી ઝરીના યુવકના ખાતામાંથી બારોબાર 50 હજાર ઉડાવ્યા:પોલીસ ફરિયાદ નોંધાઈ 

દાહોદ તા.૨૭

 દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે એક ૩૮ વર્ષીય યુવકના બેન્ક ખાતામાંથી કોઈ અજાણ્યા ભેજાબાજે ઈલેક્ટ્રોનિક માધ્યમથી અથવા એટીએમ માધ્યમથી રૂા.૫૦,૦૦૦ ઉપાડી લઈ છેતરપીંડી વિશ્વાસઘાત કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.

 ગત તા.૧૫મી જુલાઈથી તા.૧૬મી જુલાઈના રોજના સમયગાળા દરમ્યાન દેવગઢ બારીઆ તાલુકાના મોટીઝરી ખોડી ખાખર ફળિયામાં રહેતાં ૩૮ વર્ષીય દિપસીંગભાઈ શકરાભાઈ બારીયાના બેન્ક ખાતામાં રૂા.૧,૦૩,૦૦૦ જમા હતાં. આ બેન્ક ખાતામાંથી કોઈ અજાણ્યા ભેજાબાજે કોઈ ઈલેક્ટ્રોનીક માધ્યમથી અથવા એટીએમમાંથી રૂા.૫૦,૦૦૦ દિપસીંગભાઈના બેન્ક ખાતામાંથી ઉપાડી લીધા હતા અને આજદિન સુધી પરત ન કરી છેતરપીંડી તેમજ વિશ્વાસઘાત કરતાં આ સંબંધે દિપસીંગભાઈ શકરાભાઈ બારીયાએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

———————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!