ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી અગામી ૧૭મી માર્ચે પંચાયતના સભાખંડમાં યોજાશે

Editor Dahod Live
2 Min Read

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

  • ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટણી માટેનું જાહેર થયેલ કાર્યક્રમ
  • ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી તારીખ ૧૭મી માર્ચે પંચાયતના સભાખંડમાં યોજાશે
  • તાલુકા પંચાયત દ્વારા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોને જાણ કરવામાં આવી

ફતેપુરા તા.14

  ફતેપુરા તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્ણ થતા તાલુકા પંચાયતના સભ્યો દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખને ચૂંટી કાઢવા માટે નો ચૂંટણી કાર્યક્રમ જાહેર થઈ જવા પામી છે ફતેપુરા તાલુકા પંચાયતના 28 સભ્યોમાંથી ૨૩ તાલુકા પંચાયતના સભ્યો ભાજપના . 3 સભ્યો કોંગ્રેસના. .અને 2 સભ્યો અપક્ષના ચૂંટાઇ આવતા તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ ભાજપના બનવાનું નક્કી હોય તાલુકા પંચાયત ભાજપે કબજે કરેલ છે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી તારીખ 17 માર્ચ ના રોજ તાલુકા પંચાયતના સભાખંડમાં યોજાશે તાલુકા પંચાયતના ચૂંટાયેલા તમામ સભ્યોને તાલુકા પંચાયત દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે જાણ કરી દેવામાં આવેલ છે તારીખ 17 માર્ચના ના રોજ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ ખુરશી કોના ભાગે જાય છે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ૧૭ માર્ચના રોજ ખબર પડશે તારીખ ૧૬મી માર્ચના રોજ પ્રમુખ ઉપપ્રમુખ માટે ઉમેદવારી નોંધાવી શકાશે અને તે દિવસે ફોર્મની ચકાસણી પણ કરવામાં આવશે અને તારીખ 27 માર્ચના રોજ ચૂંટણી યોજાશે. જોકે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું કે તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોને તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખને ચૂંટણી માટે ચૂંટણીમાં ભાગ લેવા તારીખ ૧૭મી માર્ચ ના રોજ તાલુકા પંચાયતના સભાખંડમાં હાજર રહેવા માટે લેખિતમાં જાણ કરી દેવામાં આવેલ છે

Share This Article