દાહોદ જિલ્લામાં કડાણા સિંચાઇ યોજનાનું લોકાર્પણ થાય તે પહેલાં જ લાઇનમાં ભંગાણ. ઝાલોદ ખાતે મુખ્યમંત્રીના હસ્તે યોજનાનું થઈ રહ્યું છે લોકાર્પણ. 

Editor Dahod Live
1 Min Read

 હિતેશ કલાલ :- સુખસર

દાહોદ જિલ્લામાં કડાણા સિંચાઇ યોજનાનું લોકાર્પણ થાય તે પહેલાં જ લાઇનમાં ભંગાણ. ઝાલોદ ખાતે મુખ્યમંત્રીના હસ્તે યોજનાનું થઈ રહ્યું છે લોકાર્પણ.

સુખસર તા.09

દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે કડાણા જળાશય આધારિત ઉદ્વહન સિંચાઇ યોજનાનો 1054 કરોડના ખર્ચે લોકાર્પણ થવા જઈ રહ્યું છે મુખ્ય મંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ થનાર છે જ્યારે આ યોજનાનું લોકાર્પણ થાય તે પહેલાં જ લાઇનમાં ભંગાણ થયું હતું ભોજેલા ગામ એ લાઈનમાં ભંગાણ થતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા જેમાં ઘઉં અને ચણા ના ખેતરો જળબંબાકાર જેવી સ્થિતિ માં સર્જાયા હતા. ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું.

Share This Article