ઝાલોદ:હિરેન પટેલની હત્યાનો આરોપી અજય કલાલના નામે બારોબાર ટ્રાન્સફર થઈ ગયેલી દુકાનને લઈને વધુ એક ગેરરીતિ બહાર આવતા ખળભળાટ:દુકાનની અવેજમાં ખોટા બીલો મૂકી સરકારી તિજોરી પર ચૂનો ચોપડયો:ચીફ ઓફિસર દ્વારા પોલિસ ફરિયાદ થવાના એંધાણ

Editor Dahod Live
3 Min Read

  દાહોદ લાઈવ ડેસ્ક….

અજય કલાલની દુકાનની અવેજ માં મૂકેલા તમામ બીલો ખોટા સાબિત થયાં,કામ થયા વગર જ બીલો મુકાયા,અને રાહુલ જોધા રાઠોડના ખાતામાં રકમ જમાં કરવા સહમતી આપી દેવાઈ

ઝાલોદ તા.04

ઝાલોદ નગર પાલિકા કાઉન્સિલર હિરેન પટેલની હત્યા અંગે નગરમાં વિવિધ તર્કો ચાલી રહ્યા છે. અને મુખ્ય માથાઓ સુધી પોલીસ એક મહિનાનો સમય વિતી જવા છતાં પહોંચી સકી નથી.ત્યારે, હિરેન પટેલની હત્યામાં સોપારી આપનાર અજય કલાલના નામે બારોબાર ટ્રાન્સફર થઈ ગયેલી દુકાનને લઈને વધુ એક ગેરરીતિ બહાર આવી છે.

પાલિકાએ આ દુકાનમાં સાટા પદ્ધતિના ઉપયોગ ગેરકાયદેસર ગણી અને આ અંગે હાલ નોટિસ પાઠવી અને નાણાં જમા કરવાનું જણાવવામાં આવ્યું છે. ત્યારે આ દુકાનની અવેજમાં મુકવામાં આવેલા બીલોના છબરડા પણ સામે આવ્યા છે. જેમાં, દુકાનની અવેજમાં મુકવામાં આવેલા બીલો જે પણ કામ ના છે. તેમાં એક પણ કામ થયેલ ના હોવાનું હાલ પાલિકાના ધ્યાને આવ્યું છે. આ કામોમાં બોર, હેન્ડ પંપ, એલ ઈ ડી લાઈટ, કેમિકલ તથા બાંધકામ મટીરીયલ ના બીલો નો સમાવેશ થાય છે.

પાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરી અને કામો થયાં વિના જ બીલો રજૂ કરી પાલિકા સાથે છેતરપિંડી કરનારાઓ સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે.તેમ હાલ તો લાગી રહ્યું છે. ત્યારે બંધબારણે આ દુકાનનો કબજો પરત આપવાની ઓફર પણ પાલિકા ને મળી છે. તેમ છતાં પાલિકા આ અંગે હાલ તો કંઈ પણ કાચું કાપવાના મૂડમાં લાગી રહી નથી.

કોના કેટલા બિલનું ચુકવણું થયું તેની યાદી 

  • ઇરફાન બોરવેલ,ઝાલોદ ૧૪,૮૦,૩૦૦/-

  • ક્રિષ્ના કેમિકલ્સ અમદાવાદ૩,૧૧,૯૫૦/-

  • નુરાની સ્ટીલ ફર્નિચર વર્કસ, ઝાલોદ ૨,૫૬,૯૬૭/-

  • વૈદેહી કંસ્ટ્રકસન, ઝાલોદ૩,૨૪,૫૦૦/-

  • મુસ્કાન ટ્રાન્સપોર્ટ એન્ડ સપ્લાયર્સ, દેવગઢ બારિયા ૧૨,૦૬,૭૪૦/- કુલ ૩૫,૮૦,૪૫૭/-

આ તમામ બિલ જીએસટી કેસીએસટી વગરના જ હોઇ આ બીલોખોટા હોવાનું કહેવામાં આવે છે તો સાથે સાથે આ તમામ એજન્સીઓ સામે પણ પાલિકા તંત્ર દ્વારા એક્શન લેવામાં આવશે.તથા બ્લેક લિસ્ટેડ કરવામાં પણ આવશે તેમ વિશ્વસનીય સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે પાલિકા માં ગત વર્ષોમાં માત્ર એક દુકાનમાં જ જો લાખો નો ચૂનો ચોપડવામાં આવ્યો હોય તો, અન્ય કામો માં કેટલી ગેરરીતિઓ કરવામાં આવી હસે તે વિચારવાની બાબત છે.પાલિકા ના ચોપડે એન્ટ્રી બે થી ત્રણ લાખ રૂપિયા દુકાનની અવેજ માં મુકવામાં આવેલા બીલો જ્યારે લાખોમાં છે.ત્યારે પાલિકા ના ચોપડે આ રકમ બે માટે બે થી ત્રણ લાખ ની કુલ ૧૭ જેટલી પહોંચો આપવામાં આવી છે.

પાલિકા દ્વારા  દુકાનના વ્યવહારમાં આ ગેરરીતિમાં પાલિકાનો કાઉન્સિલર જ માસ્ટર માઈન્ડ હોવાની ચર્ચાઓ 

આ દુકાન વાળી ગેરરીતિમાં પાલિકાનો જ એક કાઉન્સિલર સામેલ હોવાની ચર્ચાઓ પાલિકા વર્તુળ માં ચર્ચાઈ રહી છે. ત્યારે પાલિકા ના આ કાઉન્સિલર સામે પાલિકા કોઈ પગલાં લેશે તો પાલિકા માં થયેલી આવી અન્ય ગેરરીતિઓ પણ બહાર આવી સકે તેમ છે.

Share This Article