Saturday, 20/04/2024
Dark Mode

સિંગવડ તાલુકામાં વહીવટીતંત્ર દ્વારા માસ્કનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.

સિંગવડ તાલુકામાં વહીવટીતંત્ર દ્વારા માસ્કનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.

 કલ્પેશ શાહ :- સીંગવડ 

સિંગવડ તાલુકામાં માસ્કનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.

સીંગવડ તા.04

સિંગવડ તાલુકામાં માસ્ક તથા શોશ્યલ ડિસ્ટન્સ વગેરેની સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.આ ચેકિંગમાં સીંગવડ તાલુકા મામલતદાર બી.કે.પટેલ, નાયબ મામલતદાર ગઢવી સિંગવડ તાલુકા વિકાસ અધિકારી મકવાણા,તાલુકા વિસ્તરણ અધિકારી આર.બી પટેલ તથા રણધીકપુર પી.એસ.આઇ ડી.જે પ્રજાપતિ તથા પોલીસ સ્ટાફ વગેરેનું સંયુક્ત માસ્ક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.આ ચેકિંગમાં જે માસ્ક પહેર્યા વગરના હતા.તેમને સરકારશ્રીમાંથી નક્કી કર્યા મુજબનો દંડ વસુલ કરવામાં આવ્યું હતું. તથા સીંગવડ તાલુકાના લોકો કોરોનાને ભૂલી જવાથી તેમને સરકારશ્રી તરફથી યાદ કરવામાં આવ્યું હતું. કે કોરોના હજુ ગયો નથી. તથા જેટલા પણ આપણે માસ્ક અને સોશિયલ ધ્યાનમાં લઈને ચાલશે તેટલો ફાયદો આપણે છે. માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખવો જરૂરી છે.સરકારશ્રી તરફથી વારંવાર કહેવામાં આવે છે. કે માસ્ક ફરજિયાત પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સ અને હાથ વારંવાર ધોવા સરકારી અધિકારીઓ દ્વારા પણ આ કોરોના પર ભાર મૂકવામાં આવે છે. છતાં સિંગવડ તાલુકાના લોકો આનો દુરુપયોગ કરતા હોય તેના માટે સરકારી અધિકારી દ્વારા આવું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

error: Content is protected !!