ફતેપુરા મામલતદાર કચેરીમાં પ્રાંત અધિકારી ચૌધરીની અધ્યક્ષતામાં કોવીડ-19 ની સમીક્ષા મીટીંગ યોજાઈ

Editor Dahod Live
1 Min Read

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા મામલતદાર કચેરીમાં કોવીડ -19 ની સમીક્ષા બેઠક યોજાઇ,પ્રાંત અધિકારી ચૌધરી ની અધ્યક્ષતા માં મીટીંગ યોજવામાં આવી

ફતેપુરા તા.18

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીના મામલતદાર શ્રી ચેમ્બરમાં covid 19 ની સમીક્ષા બેઠક ઝાલોદ પ્રાંત અધિકારી ચૌધરીની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી.જેમાં મામલતદાર એન આર પારગી તાલુકા વિકાસ અધિકારી પી.એસ.અમલીયાર નાયબ મામલતદાર બારીયા નાયબ મામલતદાર ભરવાડ ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ કચરૂભાઈ પ્રજાપતિ ડેપ્યુટી સરપંચ મનોજભાઈ કલાલ તેમજ ફતેપુરા નગરના વેપારીઓ હાજર રહ્યા હતા.પ્રાંત અધિકારી ચૌધરીએ વેપારીઓને જણાવ્યું હતું કે તેઓએ ફરજિયાત માસ્ક પહેરવા તેમજ જો કોઈ ગ્રાહકો માસ્ક પહેરવા વગર ખરીદી માટે આવે તો એવા ગ્રાહકોન ફરજિયાત માસ્ક પહેરવા માટે નું સૂચન કરવું સોશિયલ ડિસ્ટન્સ રાખવું વારંવાર સાબુથી હાથ ધોવા હાથ સાફ કરવા માટે સેનેટાઈઝર નો ઉપયોગ કરો વગેરે નો સૂચન કરી કડક અમલ કરવા માટે સુચના આપી હતી.

Share This Article