ફતેપુરાના બારસલેડા ખાતે રાજ્યમંત્રીશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયો સેવા સેતુ કાર્યક્રમ*  *સરકારી તમામ સેવાઓ સેવાસેતુ કાર્યક્રમ હેઠળ એક જ સ્એથળે ઉપલબ્ધ કરાવાઈ છે. જેનો લાભ સૌ ગ્રામજનોએ લેવો જોઈએ-મંત્રીશ્રી રમેશભાઈ કટારા*

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

*ફતેપુરાના બારસલેડા ખાતે રાજ્યમંત્રીશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયો સેવા સેતુ કાર્યક્રમ* 

*સરકારી તમામ સેવાઓ સેવાસેતુ કાર્યક્રમ હેઠળ એક જ સ્એથળે ઉપલબ્ધ કરાવાઈ છે. જેનો લાભ સૌ ગ્રામજનોએ લેવો જોઈએ-મંત્રીશ્રી રમેશભાઈ કટારા*

સુખસર,તા.24

 નાગરિકોની લાગણીઓ અને અપેક્ષાઓ પૂર્ણ કરવા તેમજ પારદર્શી વહીવટના ઉદ્દેશ્ય સાથે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના બારસાલેડા ગામે પ્રાથમિક શાળા ખાતે રાજ્યમંત્રીશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

         આ પ્રસંગે મંત્રીશ્રી રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે, છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓના લાભો સહેલાઈથી પહોંચે તે માટે ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ આ આયોજન કરાયું છે. મામલતદાર કચેરી અને તાલુકા વિકાસ અધિકારીની કચેરીને લગતી સરકારી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવાઈ છે.

      મંત્રીશ્રીએ નાગરિકોને ઘરઆંગણે મળેલી આ સેવાનો લાભ લેવા અપીલ કરી હતી અને અધિકારીઓને તમામ અરજદારોના કામો ઝડપથી પૂર્ણ કરવા નિર્દેશ આપ્યા હતા. સાથે જ તેમણે લાભાર્થીને વિવિધ લાભોના પ્રમાણપત્રો અને સાથે પોષણ કીટ વિતરણ વિતરણ કર્યું હતું

      આ કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીએ વિવિધ વિભાગોના સ્ટોલની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે તેમણે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત શાળા પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.

     આ પ્રસંગે ફતેપુરા મામલતદારશ્રી, સ્થાનિક આગેવાનો, સરપંચશ્રીઓ, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તલાટીશ્રીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article