બાબુ સોલંકી :- સુખસર
*બાળ કલાકાર અક્ષરા પ્રજાપતિનું લીમખેડામાં ભગવામય સ્વાગત કરાયું*
સુખસર,તા.22
દાહોદ જિલ્લા ની શ્રેષ્ઠ બાળ કલાકાર તરીકે પોતાની કલા પ્રતિભાથી આગવી ઓળખ ઉભી કરનાર કુમારી અક્ષરા મુકેશભાઈ પ્રજાપતિનું આજે લીમખેડા પધારતા રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાતના પ્રદેશ પ્રચારક શ્રી રીન્કેશભાઈ પ્રજાપતિ દ્વારા ભવ્ય ભગવામય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી રીન્કેશભાઈ પ્રજાપતિ દ્વારા અક્ષરા પ્રજાપતિને ભગવા શાલ ઓઢાડી તથા શ્રી હનુમાન ચાલીસા અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. બાળ કલાકારની કલા પ્રતિભા અને સિદ્ધિઓને બિરદાવતા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ સાથે અક્ષરા પ્રજાપતિ ઉત્તરોત્તર કલા ક્ષેત્રે પ્રગતિ કરે, પોતાની પ્રતિભા દ્વારા દાહોદ જિલ્લાનું નામ સમગ્ર ગુજરાતમાં રોશન કરે અને વધુને વધુ સફળતા પ્રાપ્ત કરે તેવી પ્રભુ શ્રી રામને પ્રાર્થના કરવામાં આવી હતી.
