દાહોદ સહિત રાજ્યના રેવન્યુ સર્વે કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે આંદોલનનો પ્રારંભ: રેવન્યુ વિભાગના તમામ કામો અટવાયા.!

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ સહિત રાજ્યના રેવન્યુ સર્વે કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા,

પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે આંદોલનનો પ્રારંભ: રેવન્યુ વિભાગના તમામ કામો અટવાયા.!

દાહોદ, તા.૨૨

ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ વર્ગ-3 કર્મચારી મંડળના આહ્વાન પર દાહોદ સહિત સમગ્ર રાજ્યના રેવન્યુ સર્વે વિભાગના કર્મચારીઓ આજથી અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરી જતા રેવન્યૂ વિભાગને લગતા તમામ કામો અટવાઈ જવા પામ્યા છે. આ અગાઉ પોતાની પડતર માંગણીઓને લઈ રેવન્યુ વિભાગના કર્મચારીઓ પેનડાઉન પર ઉતરી ગયા હતા પરંતુ તેમની પડતર માંગણીઓ સંદર્ભે સરકારમાંથી કોઈ પ્રતિસાદ નો મળતા તેઓ આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે.

ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ વર્ગ-3 કર્મચારી મંડળના આહ્વાન પર દાહોદ સહિત સમગ્ર રાજ્યના રેવન્યુ સર્વે વિભાગના કર્મચારીઓ આજથી અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા છે. કર્મચારીઓના વર્ષોથી પડતર રહેલા પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ હકારાત્મક નિર્ણય ન લેવાતા આંદોલનનો માર્ગ અપનાવવાનો નિર્ણય લેવાયો હોવાનું મંડળે જણાવ્યું છે. આ મામલે કર્મચારી મંડળ દ્વારા રાજ્યના તમામ જિલ્લા પ્રમુખોને પાઠવાયેલા પરિપત્ર મુજબ સર્વેયર અને સિનિયર સર્વેયરના પગારધોરણ તથા ગ્રેડ પે સંબંધિત પ્રશ્નો લાંબા સમયથી ઉકેલાયા નથી.

કર્મચારીઓએ સિનિયર સર્વેયરનું વર્તમાન પગારધોરણ રૂ. 47,600-1,51,100માંથી ઉચ્ચ કક્ષાના પગારધોરણમાં સમાવેશ કરવાની તેમજ સર્વેયરના પગારધોરણમાં પણ સુધારો કરવાની માંગણી કરી છે. જેમાં આ આંદોલનના કાર્યક્રમ અંતર્ગત 11 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી રાજ્યના તમામ કર્મચારીઓ કચેરીમાં હાજર રહી પેનડાઉન હડતાળ કરી રહ્યા હતા અને તમામ પ્રકારની કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.

ત્યારબાદ 18 સપ્ટેમ્બરે રાજ્યભરના કર્મચારીઓ સી.એલ. (કેઝ્યુઅલ લીવ) પર રહેશે, જ્યારે 21 સપ્ટેમ્બરે રાજ્યના તમામ કર્મચારીઓ એકત્રિત થઈ અનિશ્ચિત મુદતની હડતાળ પર જશે. જેના કારણે હડતાળના કારણે જમીન માપણી, રેકોર્ડ સુધારણા, સર્વે કામગીરી, જમીન સંબંધિત અરજીઓ તથા અન્ય આવક વિભાગની અનેક કામગીરીઓ પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ કર્મચારી આગેવાનોએ જણાવ્યું છે કે સરકાર દ્વારા યોગ્ય અને ન્યાયસંગત નિર્ણય લેવામાં આવશે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.દાહોદ જિલ્લામાં પણ રેવન્યુ સર્વે વિભાગના કર્મચારીઓએ હડતાળમાં જોડાઈ સરકાર સમક્ષ પોતાની માંગણીઓના તાત્કાલિક નિરાકરણની માંગ ઉઠાવી છે.

Share This Article