દાહોદ તાલુકાના સીમલીયા ખુર્દ ગામે “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો* *226 નાગરિકોએ ઓપીડીનો લાભ લીધો, 137 લોકોનું બીપી-સુગર ચેકઅપ કરાયું; 72 પીએમજેએવાય કાર્ડ સહિત વિવિધ સેવાઓ અપાઈ*

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*દાહોદ તાલુકાના સીમલીયા ખુર્દ ગામે “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો*

*226 નાગરિકોએ ઓપીડીનો લાભ લીધો, 137 લોકોનું બીપી-સુગર ચેકઅપ કરાયું; 72 પીએમજેએવાય કાર્ડ સહિત વિવિધ સેવાઓ અપાઈ*

દાહોદ તા. 21

ગુજરાત સરકારના લોકકલ્યાણલક્ષી અભિગમને વધુ વેગ આપવાના હેતુથી દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના સીમલીયા ખુર્દ ગામે “સેવા સેતુ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ગ્રામજનોને વિવિધ

સરકારી વિભાગોની સેવાઓ અને આરોગ્યલક્ષી સેવાઓનો લાભ એક જ સ્થળે મળી રહે તે માટે વિવિધ વિભાગો દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ગરબાડા ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોર, દાહોદ પ્રાંત અધિકારીશ્રી મિલિન્દ દવે, મામલતદારશ્રી પી.બી. ગોહિલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી અનિલ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી અનિલ કિશોરી, તાલુકા ભાજપ પ્રમુખશ્રી તથા પુરવઠા મામલતદારશ્રી પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં તાલુકાના વિવિધ ગામોના સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, તબીબી અધિકારીઓ, એફ.એચ.ડબલ્યુ., સી.એચ.ઓ., આશા કાર્યકરો તથા આશા ફેસિલિટેટર, આંગણવાડી કાર્યકરો તેમજ વિવિધ વિભાગોના અધિકારી-કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત આયોજિત આરોગ્ય સેવાઓમાં કુલ 226 નાગરિકોએ ઓપીડી સેવાનો લાભ લીધો હતો, જ્યારે 137 લોકોનું બ્લડ પ્રેશર અને બ્લડ સુગરનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, 72 નાગરિકોને પીએમજેએવાય યોજના અંતર્ગત સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. તેમજ ઉંમરના દાખલા સંબંધિત 4 લાભાર્થીઓને સેવા આપવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન પીએમજેએવાય યોજનાના લાભાર્થી શ્રી કીર્તન પરમસિંહ હાડા, જેઓ કેન્સરની સારવાર લઈ રહ્યા છે, તેમણે યોજનાથી મળેલી સારવાર અને સહાય અંગે પોતાની સફળતાની વાત રજૂ કરી હતી. તેમણે પીએમજેએવાય યોજના દ્વારા મળેલી આરોગ્યસેવા બદલ ગુજરાત સરકાર અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત સિકલ સેલના દર્દીએ પણ પોતાની સફળતાની વાત રજૂ કરી, જેમાં સરકારી આરોગ્ય સેવાઓથી મળેલા લાભ અંગે માહિતી આપી ગુજરાત સરકાર અને ભારત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

સેવા સેતુ કાર્યક્રમ થકી ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ, આરોગ્ય તપાસ અને યોજનાકીય લાભો તેમના ગામ નજીક જ મળી રહે તે માટેનું મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું.

000

Share This Article