બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા કોમલ શિક્ષણ સંકુલમાં ઇકો-ફ્રેન્ડલી ગણેશ ઉત્સવની ઉજવણી*
સુખસર,તા.19

ફતેપુરા ખાતે આવેલ કોમલ શિક્ષણ સંકુલમાં આજરોજ ગણેશ ઉત્સવ નિમિત્તે ઇકો-ફ્રેન્ડલી માટીની ગણેશ મૂર્તિ બનાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના બાળકોએ 35 જેટલી માટીની મૂર્તિઓ બનાવી હતી.
શાળાના KG થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ દ્વારા આશરે 35 જેટલી સુંદર માટીની ગણેશ મૂર્તિઓ પોતાના હાથે બનાવવામાં આવી હતી. નાના ભૂલકાઓની આ અદ્ભુત કલા અને મહેનત ખરેખર પ્રશંસનીય હતી.આ તકે શાળા પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ મૂર્તિઓની વિધિવત પૂજા-અર્ચના અને આરતી કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓ અને ભક્તોને પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.પર્યાવરણના જતનના સંદેશ સાથે શાળા પરિસરમાં જ બાપ્પાની મૂર્તિઓનું વિસર્જન પણ વિધિવત રીતે પૂર્ણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે સૌએ “ગણપતિ બાપ્પા મોરીયા”ના નાદ સાથે ઉત્સવને વધાવી લીધો હતો.
