સિનિયર સર્વેયર અને સર્વેયરનો ગ્રેડ-પે સુધારવા બાબતે દાહોદ જિલ્લાના તમામ તાલુકામાં જમીન દફતર નિરીક્ષક કચેરીના વર્ગ-૩ના કર્મચારીઓનું આંદોલન વર્ગ-૩ના કર્મચારીઓના ગ્રેડ-પે સુધારવા બાબતેનો ઉકેલ નહીં આવે તો ૧૯/૦૯/૨૦૨૬ના રોજ માસ સીએલ અને ત્યારબાદ તા.૨૧/૦૯/૨૦૨૬થી અચોક્કસ મુદતની હડતાલ

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

સિનિયર સર્વેયર અને સર્વેયરનો ગ્રેડ-પે સુધારવા બાબતે દાહોદ જિલ્લાના તમામ તાલુકામાં જમીન દફતર નિરીક્ષક કચેરીના વર્ગ-૩ના કર્મચારીઓનું આંદોલન

વર્ગ-૩ના કર્મચારીઓના ગ્રેડ-પે સુધારવા બાબતેનો ઉકેલ નહીં આવે તો ૧૯/૦૯/૨૦૨૬ના રોજ માસ સીએલ અને ત્યારબાદ તા.૨૧/૦૯/૨૦૨૬થી અચોક્કસ મુદતની હડતાલ

દાહોદ | તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬

દાહોદ જિલ્લાના તમામ તાલુકામાં જમીન દફતર નિરીક્ષક કચેરીના કર્મચારીઓ દ્વારા ગ્રેડ-પે સુધારવાની માંગ સાથે રાજ્યવ્યાપી પેન ડાઉન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આ આંદોલનની અસર દાહોદ જિલ્લામાં પણ જોવા મળી રહી છે.

કર્મચારીઓના જણાવ્યા મુજબ વર્ગ-૩ના કર્મચારીઓના ગ્રેડ-પે સુધારવા અંગે સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી. જેના પગલે કર્મચારીઓએ કામગીરીથી અળગા રહી આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.

  1. આંદોલનને લઈને કર્મચારીઓએ જણાવ્યું છે કે સરકાર દ્વારા કોઈ નિર્ણય નહીં લેવાય તો ૧૯/૦૯/૨૦૨૬ના રોજ માસ સી.એલ. પર જવાની તૈયારી કરવામાં આવી છે. ત્યારબાદ પણ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો તા.૨૧/૦૯/૨૦૨૬થી અચોક્કસ મુદત સુધી હડતાલ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

આ આંદોલનને કારણે જમીન રી-સર્વે માપણી, સિટી સર્વે કામગીરી તથા અન્ય કામગીરી પર અસર થવાની શક્યતા છે. જેના કારણે જમીન સંબંધિત કામકાજ માટે કચેરીમાં આવતા અરજદારોને પણ સખત મુશ્કેલી પડી શકે છે.

સરકારશ્રી તાત્કાલિક ગ્રેડ-પે સુધારવા અંગે નિર્ણય લઈ આંદોલન સમાપ્ત કરાવે તેવી કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે.

Share This Article