રાજેશ વસાવે :- દાહોદ
*મહેસૂલી તલાટીઓના સેજામાં સમાવિષ્ટ ગામોમાં હાજર રહેવા અંગેનું સમયપત્રક જાહેર*
દાહોદ તા. 12
મહેસૂલ વિભાગ દ્વારા નાગરિકોને સ્થાનિક સ્તરે મહેસૂલી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય અને ગ્રામજનોને પોતાના ગામમાં જ મહેસૂલી તલાટીનો સંપર્ક મળી રહે તે હેતુથી મહેસૂલી તલાટીઓના સેજામાં સમાવિષ્ટ ગામોમાં હાજર રહેવા અંગેનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.
જાહેર કરાયેલા સમયપત્રક મુજબ સંબંધિત મહેસૂલી તલાટીઓ અઠવાડિયાના નિયત દિવસોએ સેજામાં સમાવિષ્ટ અલગ-અલગ ગામોમાં હાજર રહેશે.
આ દરમિયાન ગ્રામજનો પોતાના મહેસૂલી કામકાજ, જરૂરી પ્રમાણપત્રો, અરજીઓ તથા અન્ય મહેસૂલી સેવાઓ અંગે સંબંધિત તલાટીનો સંપર્ક કરી શકશે.
સમયપત્રકમાં મહેસૂલી તલાટીના નામ, મોબાઇલ નંબર, સેજાનું નામ, સેજામાં સમાવિષ્ટ ગામોના નામ તેમજ જે દિવસે સંબંધિત ગામ/ગ્રામ પંચાયત ખાતે હાજર રહેવાનું હોય તે દિવસની વિગતો આપવામાં આવી છે.
ગ્રામજનોને પોતાના ગામ માટે નિયત કરાયેલા દિવસની નોંધ લઈ તે દિવસે સંબંધિત મહેસૂલી તલાટીનો સંપર્ક કરી મહેસૂલી સેવાઓનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.
00
