બાબુ સોલંકી :- સુખસર
*સુખસર તાલુકામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો*
સુખસર,તા.28
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા દાહોદ જિલ્લાના સુખસર તાલુકામા આદરણીય મંત્રી શ્રી રમેશભાઈ કટારા,પ્રદેશ પાર્ટી અધ્યક્ષ શંકરભાઇ અમલિયાર,સુખસર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિકારી,સુખસર તાલુકાના વરીષ્ઠ પત્રકાર બાબુભાઇ સોલંકી તથા મિલનભાઈ પ્રજાપતિને ગુજરાત રાજ્ય યોગ બોર્ડનાં યોગ ટ્રેનર બહેનોએ રક્ષા બાંધી ખુબ આગળ વધવા માટે અભ્યર્થના વ્યક્ત કરી હતી.આ કાર્યક્રમમા જીલ્લા યોગ કો-ઓર્ડીનેટર શ્રી ધુળાભાઇ પારગી,તાલુકા યોગ કોચ શંકરભાઇ કટારા તેમજ મોટી સંખ્યામા યોગ ટ્રેનર ભાઇઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે યોગ ટ્રેનર બહેનો દ્વારા ભાઈઓએ પોતાના હાથે બહેનોની રાખડી સ્વીકારી હૃદયથી બહેનોને જ્યારે પણ કઠિન સમયે રક્ષાની જરૂરત પડે ત્યારે ઉભા રહી બહેનોની રક્ષા કરવા માટે તત્પર હોવાનું અંતર આત્માથી બહેનોની રક્ષાનો સ્વીકાર કરી ધન્યતા અનુભવી હતી.
