દાહોદ જિલ્લાના લીમખેડા નગરના નેશનલ હાઈવે પર ક્રુઝર અને કાર વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયા ચાર જેટલા પેસેન્જરોને ગંભીર ઈજાઓ પહોંચતા તમામને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડાયાનું જાણવા મળે છે.
આજરોજ સવારના સમયે લીમખેડા નગરમાંથી પસાર થતો નેશનલ હાઈવે પર આવેલ ક્રોસિંગ પર ક્રુઝર ગાડી અને કાર એકબીજા સાથે ધડાકાભેર અથડાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ ઘટનાને પગલે બંન્ને ગાડીઓને ભારે નુકસાન થયું હતું જ્યારે અંદર બેઠેલ કેટલાક પેસેન્જરો પૈકી મળતી માહિતી મુજબ ચારેક જેટલા વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવાને કરાતાં તાબડતોડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડ્યા હતા પોલીસને પણ જાણ થતાં પોલીસ પણ સ્થળ પર દોડી જઈ જરૂરી તપાસ હાથ ધરી કાર્યવાહીનો દૌર આરંભ્યો છે. આ માર્ગ અકસ્મતાને પગલે થોડીકવાર માટે હાઈવે બંધ કરી અવર જવર પર રોક પણ લગાવવામાં આવી હતી પરંતુ બાદમાં રાબેતા મુજબ હાઈવે શરૂ પણ કરી દેવામાં આવ્યો હતો.