સુખસરની નાલંદા પબ્લિક સ્કૂલમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે બાળકોને તૈયાર કરાયા

Editor Dahod Live
1 Min Read

બાબુ સોલંકી:સુખસર

સુખસરના રાવળના વરણા ખાતે આવેલ નાલંદા પબ્લિક સ્કૂલમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે બાળકોને તૈયાર કરાયા

 

  ( પ્રતિનિધિ ) સુખસર,તા.8

આજરોજ નાલંદા પબ્લિક સ્કૂલ મા નવમી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં બાળકો ભગવાન બિરસા મુંડાનુ જીવન કવન વિશે સ્પીચ,આદિવાસી દિન નુ મહત્વ,તેમજ નાના નાના બાળકો આદિવાસી સંસ્કૃતિની જળવાતી વેશભૂષા સાથે લોક નૃત્ય અને સૌથી સુંદર આદિવાસીના હક માટે

 

…જાગો રે!.. જાગો રે.! આદિવાસી, ભાઈ જેવા ગીત પર ખૂબજ સુંદર નૃત્ય કરવામાં આવ્યું હતું મ.તેમજ ધોરણ 4 ની વિધાર્થીની બારીયા આરાધ્યા ઈશ્વર ભાઈએ નૃત્ય રજૂ કર્યું હતું.બાળકો એ તાળીઓના ગડગડાટથી વધાવી પ્રોત્સાહન આપ્યું હતું.ત્યારબાદ અમુ કાકાબાબાના પોરિયા ગીત ઉપર ડી.જે ના તાલે આજના કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

Share This Article