કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડના સુરપુર અને નવીપરી ગામની દફતર તપાસણી કરતા કલેકટર સુરભી ગૌતમ.!
આરોગ્ય, આંગણવાડી અને શાળાની સુવિધા અંગે ગ્રામજનો સાથે ચર્ચા
દાહોદ તા. 1 
દાહોદ જિલ્લા કલેકટર સુશ્રી સુરભિ ગૌતમ દ્વારા સિંગવડ તાલુકાના સુરપુર અને નવીપરી ગામની સામાન્ય દફતર તપાસણી કરવામાં આવી હતી. જેમાં દફતર તપાસણી અને ગ્રામજનો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કલેકટરએ બંને ગામોમાં સરકારી કચેરીઓના રેકોર્ડ, વિકાસ કામો અને વિવિધ યોજનાઓની કામગીરીની વિગતવાર તપાસ કરી હતી.ત્યારબાદ ગામલોકો સાથે બેઠક યોજીને તેમના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી હતી.બેઠક દરમિયાન મુખ્યત્વે નીચેના વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા, દવાઓનો જથ્થો અને સ્ટાફની ઉપસ્થિતિ,આંગણવાડીમાં બાળકોને મળતો પોષણયુક્ત આહાર, સુવિધાઓ અને શિક્ષિકાઓની કામગીરી,પ્રાથમિક શાળામાં શિક્ષકોની હાજરી, મિડ-ડે મિલ, શૌચાલય અને અન્ય સુવિધાઓ વિગેરે પર નિર્દેશ આપ્યા હતા. સાથે જ કલેકટર સુરભિ ગૌતમે ગ્રામજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સંબંધિત અધિકારીઓને લોકોની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી.
આ તપાસણીથી ગામમાં વહીવટી કામગીરીમાં પારદર્શિતા આવે અને લોકોને સરકારી સુવિધાઓ સમયસર મળી રહે તેવો હેતુ છે જ્યારે કલેક્ટરશ્રી સાથે લીમખેડા પ્રાંત ઓફિસર સિંગવડ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સિંગવડ વગેરે અધિકારીઓ પણ હાજર રહ્યા હતા
