રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર મહેર: સરેરાશ ૧૧.૮૨ મિ.મી. વરસાદ, ઉમરિયા ડેમ ૮૧.૫૩% ભરાયો
ગોવિંદ ગુરુ (લીમડી) તાલુકામાં સૌથી વધુ ૨૯ મિ.મી. વરસાદ
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત,હડફ ડેમનો એક ગેટ ખોલી ૬૨૩ ક્યુસેક પાણી છોડાયું
દાહોદ તા.૦૧

દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મનમુકીને જિલ્લામાં વરસી રહ્યાં છે સર્વત્ર વરસાદી માહોલ છવાઈ ગયા છે. જેના પગલે નદી,જળાશય, તેમજ કોતરોમાં નવા નીર જાેવા મળી રહ્યાં છે. દાહોદ શહેર ઉપરાંત તાલુકાના વિવિધ નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે સંબંધિત તંત્રએ યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરતાં લોકોને રાહત મળી હતી.બીજી તરફ દાહોદમાં મેઘરાજાની મહેરબાનીથી ખેડુતોમાં પણ આનંદનો માહૌલ જાેવા મળી રહ્યો છે.
દાહોદ જિલ્લામાં વરસાદી આંકડા મુજબ ગોવિંદ ગુરુ (લીમડી) તાલુકામાં સૌથી વધુ ૨૯ મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે સંજેલી તાલુકામાં ૨૮ મી.મી., ઝાલોદમાં ૧૬ મી.મી., સુખસરમાં ૧૨ મી.મી., દાહોદમાં ૧૧ મી.મી., લીમખેડા અને દેવગઢબારિયામાં ૧૦-૧૦ મી.મી., સિંગવડમાં ૮ મી.મી., ધાનપુરમાં ૪ મી.મી., ગરબાડામાં ૨ મી.મી. તથા ફતેપુરામાં વરસાદ નોંધાયો નથી. જિલ્લામાં આજદિન સુધીનો કુલ સરેરાશ વરસાદ ૨૬૫.૮૨ મી.મી. નોંધાયો છે. તાલુકાવાર કુલ વરસાદમાં લીમખેડા તાલુકામાં સૌથી વધુ ૩૫૦ મી.મી., ત્યારબાદ ગરબાડા ૩૪૮ મી.મી., દાહોદ ૩૨૨ મી.મી., સંજેલી ૩૦૫ મી.મી., દેવગઢબારિયા ૨૮૧ મી.મી., ફતેપુરા ૨૬૩ મી.મી., સિંગવડ ૨૧૯ મી.મી., સુખસર ૨૧૬ મી.મી., ધાનપુર ૨૧૨ મી.મી., ગોવિંદ ગુરુ (લીમડી) ૨૦૫ મી.મી. તથા ઝાલોદમાં ૨૦૩ મી.મી. વરસાદ નોંધાયો છે. ઘણા ખરા વિસ્તારોમાં જેવા કે, દાહોદમાં રેલ્વે અંડરબ્રિજ, બોરડી સરકારી પાસે આવેલા રેલવે અંડર પાસ માં પાણી ભરાતા 11 જેટલા ગામો પ્રભાવિત થયા છે. જોકે ઓરેન્જ એલર્ટ વચ્ચે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલરૂમમાંથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નાગરિકોને નદી-નાળા, નીચાણવાળા વિસ્તારો તેમજ પાણી ભરાયેલા માર્ગો નજીક બિનજરૂરી અવરજવર ટાળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવે છે.
મોરવા હડફ તાલુકામાં આવેલો હડફ ડેમનો એક દરવાજો ખોલ્યો,
તારીખ ૧ ઓગસ્ટ, ૨૦૨૬ હડફ તાલુકા સ્થિત હડફ ડેમમાં રૂલ લેવલ જાળવી રાખવા માટે આજ રોજ તા. ૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે ડેમનો ૧ ગેટ ૦.૫ ફૂટ સુધી ખોલી અંદાજિત ૬૨૩ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવશે. આ અંગે સંબંધિત વિભાગો તથા અધિકારીઓને જરૂરી જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કિનારે આવેલા તમામ ગામોના નાગરિકોને ખાસ સાવચેત રહેવા અપીલ કરવામાં આવે છે. નદીમાં પાણીના પ્રવાહમાં વધારો થવાની શક્યતા હોવાથી કોઈપણ વ્યક્તિએ નદી કાંઠે જવું નહીં તેમજ નદીમાં પ્રવેશ કરવો નહીં. પશુઓને પણ નદી કિનારાથી દૂર રાખવા તથા સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે. જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખવા અને સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો છે.
લીમખેડાનો ઉમરીયા ડેમમાં ક્ષમતા મુજબ 82.20 ટકા જેટલો ભરાયો.
દાહોદ જિલ્લાના ઉમરિયા સિંચાઈ યોજના અંતર્ગત તા. ૦૧ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે નોંધાયેલા આંકડા મુજબ ડેમમાં પાણીની સપાટી ૨૭૮.૯૫ મીટર નોંધાઈ છે. ડેમમાં હાલમાં ૧૧.૧૩ મિલિયન ક્યુબિક મીટર (સ્ઝ્રસ્) ગ્રોસ સ્ટોરેજ ઉપલબ્ધ છે, જ્યારે ૯.૨૬ સ્ઝ્રસ્ લાઈવ સ્ટોરેજ અને ૧.૮૭ સ્ઝ્રસ્ ડેડ સ્ટોરેજ નોંધાયું છે. હાલ ડેમમાં ૨૯૪ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે ડેમમાંથી હાલમાં કોઈ પાણી છોડવામાં આવી રહ્યું નથી. (આઉટફ્લો – શૂન્ય). વિસ્તારમાં અત્યાર સુધી કુલ ૩૯૮ મી.મી. વરસાદ નોંધાયો છે. પરિણામે ઉમરિયા સિંચાઈ યોજના ડેમ હાલમાં તેની કુલ સંગ્રહ ક્ષમતાના ૮૨.૨૦ ટકા સુધી ભરાયેલો છે. જિલ્લા વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગ દ્વારા ડેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જરૂરિયાત મુજબ અને પરિસ્થિતિને અનુરૂપ ડેમના સંચાલન અંગે યોગ્ય ર્નિણય લેવામાં આવશે. દાહોદ જિલ્લામાં આજે સરેરાશ ૧૧.૮૨ મી.મી. વરસાદ નોંધાયો છે.
ડેમમાં ભરાયેલા ટકાના આધારે ખાલી ક્ષમતાનો અંદાજ નીચે મુજબ થાય છે:
ડેમનું નામ ભરાયેલું (%) ખાલી (%)
ઉમરિયા ડેમ ૮૧.૫૩% ૧૮.૪૭%
વાકલેશ્વર ડેમ ૬૩.૯૧% ૩૬.૦૯%
હડાફ ડેમ. ૬૨.૯૪% ૩૭.૦૬%
કાલી-૨ ડેમ ૬૧.૧૫% ૩૮.૮૫%
અડાલવાડા ડેમ ૫૮.૮૭% ૪૧.૧૩%
મચ્છનાળા ડેમ ૫૦.૦૫% ૪૯.૯૫%
પાટાદુંગરી ડેમ ૩૯.૬૧% ૬૦.૩૯%
કાબુતરી ડેમ ૩૭.૩૭% ૬૨.૬૩%
સૌથી વધુ ભરાયેલો ડેમ: ઉમરિયા ડેમ (૮૧.૫૩%) માત્ર ૧૮.૪૭% ક્ષમતા ખાલી.
સૌથી વધુ ખાલી ડેમ: કાબુતરી ડેમ (૬૨.૬૩% ખાલી), ત્યારબાદ પાટાદુંગરી ડેમ (૬૦.૩૯% ખાલી)
