કલેકટરશ્રી સુરભિ ગૌતમની અધ્યક્ષતા હેઠળ વિકેન્દ્રિત જિલ્લા આયોજનની યોજાઈ બેઠક* *તમામ કામો ઝડપથી પૂર્ણ કરવા અપાઈ સૂચના*

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

કલેકટરશ્રી સુરભિ ગૌતમની અધ્યક્ષતા હેઠળ વિકેન્દ્રિત જિલ્લા આયોજનની યોજાઈ બેઠક*

*તમામ કામો ઝડપથી પૂર્ણ કરવા અપાઈ સૂચના*

દાહોદ તા. 27

દાહોદ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ હોલ ખાતે કલેકટરશ્રી સુરભિ ગૌતમના અધ્યક્ષ સ્થાને વિકેન્દ્રિત જિલ્લા આયોજનનીબેઠક યોજવામાં આવી હતી.

આ બેઠક દરમ્યાન જિલ્લા આયોજમ અધિકારીશ્રી એ. બી. ગોહિલ દ્વારા વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ, ATVT તથા MPLADS યોજના હેઠળ થયેલ કામગીરી પ્રગતિની માહિતી રજૂ કરવામાં આવી હતી. જેની કલેકટરશ્રી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં તાલુકા વાઈઝ આંકડાકીય માહિતી રજૂ કરવામાં આવી હતી.

વહીવટી મંજૂરી આપેલ કામો, પૂર્ણ થયેલ કામો, શરૂ કરેલ કામો, શરૂ ન થયેલ કામો, પ્રગતિ હેઠળના કામો બાકી યાંત્રિક અંદાજની વિગત, અમલીકરણ અધિકારી વાર KPI રિપોર્ટ, ખાસ અંગભૂત યોજનાના કામો તેમજ રદ્દ થયેલ કામો અંગે માહિતીની સમીક્ષા કરવામાં આવી હતી.

આ તમામ કામો ને ઝડપથી ટૂંક સમયમાં જ પૂર્ણ કરવા માટે કલેકટરશ્રી સુરભિ ગૌતમ દ્વારા સૂચના આપવામાં આવી હતી. આ દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિરેન બારોટ સાહિત અમલીકરણ સૌ જિલ્લા/તાલુકા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

000

Share This Article