ભગિની સમાજ, દાહોદ આયોજિત કેશગૂંફન, મહેંદી સ્પર્ધામાં નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ, દાહોદની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

ભગિની સમાજ, દાહોદ આયોજિત કેશગૂંફન, મહેંદી સ્પર્ધામાં નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ, દાહોદની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો

દાહોદ તા. 25

        દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ, દાહોદમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ ભગિની સમાજ, દાહોદ ખાતે યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને કૉલેજને ગૌરવ અપાવ્યું છે. 

આ સ્પર્ધાઓમાં બામણીયા જીનલ – મહેંદી સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. સંગાડા અંજલિ– કેશગૂંફન (હેર સ્ટાઇલિંગ) સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આ બંને વિદ્યાર્થીનીઓને આચાર્યશ્રી ડૉ.બી.આર.બોદર, વાઈસ પ્રિન્સિપાલ ડૉ.હરેશ કે.પંચાલ, સાંસ્કૃતિક સમિતિના કો ઓર્ડીનેટર પ્રા.જી.જી.સંગાડાએ હાર્દિક અભિનંદન તથા તેમના ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી આવી જાહેર સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

000

Share This Article