રાજ્યમંત્રીશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષતા હેઠળ સંજેલી તાલુકાની વિવિધ શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાયો.!

Editor Dahod Live
1 Min Read

રાજ્યમંત્રીશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષતા હેઠળ સંજેલી તાલુકાની વિવિધ શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાયો.!

 ‌રિપોર્ટર: બાબુ સોલંકી,સુખસર 

સુખસર,તા.25

 

 

  દાહોદ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ- ૨૦૨૬ના અંતિમ દિવસે રાજ્યમંત્રીશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને સંજેલી તાલુકાની પંચવટી આશ્રમ શાળા, ઢાલ સીમલ, થાળા, તરકડા મહુડી અને કાવડાના મુવાડા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ શાળાની મુલાકાત લઈ બાળકોને કુમકુમ તિલક કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ બાળકોને સંબોધીને જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ માટે સરકારે ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે. જે યોજનાઓનો લાભ વિશે જાગ્રત બની વાલીઓ પણ બાળકોના અભ્યાસ અંગે જાગ્રત બની પોતાના બાળકોને આગળનો અભ્યાસ કરવામાં મદદરૂપ બને તે માટેની પહેલ કરવાની છે. આદિવાસી બાળકો માટે પણ સરકારે યોજનાઓ અમલમાં મૂકીને આદિવાસી દીકરા-દીકરીઓ માટે અભ્યાસ માટે મદદરૂપ નીવડી છે.

    મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને પ્રવેશ કરાવ્યો હતો. આ સાથે વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે રાજ્યમંત્રીશ્રી રમેશભાઈ કટારા સહિત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શાળા પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ બેઠક યોજી શાળાકીય માહિતી મેળવી હતી.

Share This Article