દાહોદ જિલ્લાના ૩૫૧૮૨૪ બાળકોને ૨૮ જુન ૨૦૨૬ રવિવારે પોલિયો વિરોધી રસી અપાશે 

Editor Dahod Live
2 Min Read

દાહોદ જિલ્લાના ૩૫૧૮૨૪ બાળકોને ૨૮ જુન ૨૦૨૬ રવિવારે પોલિયો વિરોધી રસી અપાશે 

૧૪૦૪ રસીકરણ બૂથ, ૨૮૦૮ રસીકરણ ટીમો, ૫૦ મોબાઇલ ટીમ તથા ટ્રાન્ઝીસ્ટ ટીમ સાથે આરોગ્ય તંત્ર સજ્જ

રિપોર્ટર:બાબુ સોલંકી, સુખસર

સુખસર,તા.૨૬

 સામાન્ય રીતે બાળકના જન્મ સાથેજ અનેક રોગોથી બચાવવા માટે રસીકરણ દ્વારા તેને આપણે સુરક્ષિત કરીએ છીએ. ૦ થી ૫ વર્ષના બાળકોને પોલીયો ટીપા પીવડાવી સુરક્ષિત રાખવાનું ઉમદા કાર્ય ૨૮ જૂન ૨૦૨૬ના રોજ, પોલિયો દિવસ નિમિત્તે દાહોદ જિલ્લામાં રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવશે.

દાહોદ જિલ્લામાં પોલિયો રવિવારના દિવસે અંદાજીત ૩૫૧૮૨૪ બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવશે. આ અંગે દાહોદ આરોગ્ય તંત્ર દ્વારા સંપુર્ણ આયોજન કરી લેવામાં આવ્યું છે.દાહોદ જિલ્લાના પાંચ વર્ષથી નીચેના અંદાજીત ૩૫૧૮૨૪ બાળકોને રસી આપવા માટે ૧૪૦૪ રસીકરણ બૂથ તેમજ ૨૮૦૮ રસીકરણ ટીમો, બનાવવામાં આવી છે. પ્રત્યેક ટીમમાં આરોગ્ય કર્મચારીઓ, આશા,આંગણવાડી કાર્યકર તથા સ્વંયસેવકો ફરજ નિભાવશે.

        તમામ આયોજનના અસરકારક અમલ માટે ૨૮૧ સુપરવાઈઝરો નીમવામાં આવ્યા છે. અંતરીયાળ વિસ્તારમાં કામગીરી કરવા માટે ૫૫ મોબાઇલ ટીમો અને રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન તથા મોટી સંખ્યામાં જયાં લોકો એકત્રિત થાય છે તેવી જગ્યાઓ માટે ટ્રાન્ઝીટ ટીમો બનાવવામાં આવી છે. ૨૮ જુન રવીવારે પોલીયો બૂથ પર ટીપા પીવડાવવામાં આવશે તથા કોઈ બાળક રહી જાય તે માટે ૨૯ અને ૩૦ જુને આરોગ્ય વિભાગની ટીમ દવારા ઘરે ઘરે જઈને બાળક રસીકરણથી બાકી નથી તેની ખાત્રી કરશે.અને જો પોલીયો રસીકરણમાં બાળક બાકી હશે તો સ્થળ પર જ રસીકરણ કામગીરી કરવામાં આવશે.

         તમામ માતા પિતાને પોલીઓના બે ટીપા પોતાના બાળકોને પીવડાવવા દાહોદ જીલ્લા વહીવટી તંત્ર તરફથી અનુરોધ છે.

Share This Article