દાહોદમાં આંતરરાજ્ય પારધી ગેંગનો પર્દાફાશ, 7 રીઢા ગુનેગારો હથિયારો સાથે ઝડપાયા દિવસે રમકડાં વેચતા.અને રાત્રે લૂંટની રેકી કરતા હતા શાતિર ગુનેગારો.

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં આંતરરાજ્ય પારધી ગેંગનો પર્દાફાશ, 7 રીઢા ગુનેગારો હથિયારો સાથે ઝડપાયા

દિવસે રમકડાં વેચતા.અને રાત્રે લૂંટની રેકી કરતા હતા શાતિર ગુનેગારો.

દાહોદ : તા. ૦૪

 દાહોદ એલસીબી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી મધ્યપ્રદેશની કુખ્યાત આંતરરાજ્ય પારધી ગેંગના 7 સભ્યોને ઝડપી પાડ્યા છે. ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પર ધાડ પાડવાના ઇરાદે છુપાયેલી આ ટોળકી પાસેથી હાઇડ્રોલિક કટર, છરા, દસ્તા, ગિલોલ સહિતના સાધનો જપ્ત કરવામાં આવ્યા છે.

 

પોલીસને મળેલી બાતમીના આધારે મધરાતે કોર્ડન કરી હાથ ધરાયેલા ઓપરેશનમાં તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે ટોળકી દિવસ દરમિયાન રમકડાં વેચવાના બહાને રેકી કરતી અને રાત્રે લૂંટ અને ચોરીના ગુનાઓને અંજામ આપતી હતી.પકડાયેલા આરોપીઓ પૈકી ત્રણ સભ્યો સામે જ 63 થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. પોલીસ હાલ આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી રહી છે.

 

દાહોદ એલસીબીની મોટી સફળતા, હાઇવે પર બનનારી ગંભીર લૂંટની ઘટના ટળી

 

દાહોદ : દાહોદ એલસીબી પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીના કારણે નેશનલ હાઇવે પર બનનારી એક મોટી લૂંટની ઘટના અટકાવવામાં સફળતા મળી છે. મધ્યપ્રદેશની કુખ્યાત પારધી ગેંગના 7 સભ્યોને હથિયારો અને અત્યાધુનિક સાધનો સાથે ઝડપી લેવામાં આવ્યા છે.પોલીસે મળેલી ચોક્કસ બાતમીના આધારે મહિન્દ્રા શોરૂમ નજીક મધરાતે દરોડો પાડી આરોપીઓને દબોચી લીધા હતા. આરોપીઓ પાસેથી હાઇડ્રોલિક કટર મશીન, છરા, દસ્તા અને મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.પોલીસના જણાવ્યા મુજબ આ ગેંગ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં મિલકત સંબંધી ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી છે. સમગ્ર કામગીરી એલસીબી માટે મહત્વની સિદ્ધિ માનવામાં આવી રહી છે.

 

દિવસે રમકડાં વેચતા, રાત્રે લૂંટની રેકી કરતા હતા શાતિર ગુનેગારો

 

 દાહોદમાં ઝડપાયેલી પારધી ગેંગ અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ દિવસ દરમિયાન રમકડાં વેચનાર તરીકે ફરતા હતા અને લોકોની નજરમાંથી બચી ધનિક વિસ્તારો, શોરૂમો અને હાઇવે પર આવેલી સંસ્થાઓની રેકી કરતા હતા.રાત્રિના સમયે તેઓ ચોરી અને લૂંટની ઘટનાઓને અંજામ આપવા માટે એકત્ર થતા હતા. દાહોદ એલસીબી પોલીસે મળેલી ચોક્કસ માહિતીના આધારે ગેંગના 7 સભ્યોને ઝડપી પાડ્યા હતા.પકડાયેલા મુખ્ય આરોપીઓ સામે અગાઉથી અનેક ગુનાઓ નોંધાયેલા છે અને તેઓ ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ તથા ઉત્તરાખંડમાં પણ વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. પોલીસ હવે ગેંગના અન્ય ગુનાઓની કડીઓ જોડવા તપાસ આગળ ધપાવી રહી છે.

Share This Article