રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં 1.46 કરોડની આંગડિયા લૂંટનો મોટો ભેદ ઉકેલાયો, 1.35 કરોડ રોકડ સાથે 4 આરોપી ઝડપાયા
APMC વેરહાઉસ પાસે પૂર્વ આયોજિત લૂંટનો ખુલાસો; ફિલ્મી ચેઝ બાદ જાલત નજીક લૂંટારૂઓ દબોચાયા, બાકી આરોપીઓની શોધખોળમાં પોલીસની ટીમ જોતરાઈ
દાહોદ તા. ૩૦

દાહોદમાં ચાર દિવસ અગાઉ એપીએમસી માર્કેટના વેરહાઉસ પાસે બે બાઈક પર આવેલા છ બુકાનીધારી લુંટારૂઓએ આંગડિયા પેઢીના કર્મચારીઓને આંતરી 1.46 કરોડની રોકડ તેમજ સોનાના પાર્સલ સહિતની લૂંટ ચલાવી લૂંટારૂઓ બાઈક પર ધૂમ સ્ટાઇલમાં ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસે અલગ અલગ ટીમોમાં વહેંચાઈ લુટારો લુટારૂ ટોળકીનો ફિલ્મીઢબે પીછો કરતા છ પૈકી એક બાઈક પર સવાર ત્રણ લુંટાળુઓએ જાલત નજીક પોલીસની ગાડીને ટક્કર મારતા નાળા પડતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.જ્યારે અન્ય એક બાઈક પર ત્રણ લૂંટારૂઓ પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હતા. પોલીસે નાળામાં પડેલા ત્રણેય ઇજાગ્રસ્ત લૂંટારૂને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે દાખલ કર્યા હતા. અને આજરોજ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલા ત્રણ પૈકી બે લૂંટારૂઓ તેમજ ઉપરોક્ત લૂંટારૂઓને રેકી કરી મદદ કરનાર બે અન્ય આરોપીઓ અન્ય એક આરોપી મળી કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 1.35 કરોડની રોકડ રકમ રિકવર કરી છે જ્યારે ફરાર થયેલા અન્ય ત્રણ અને તેમની મદદ કરનાર એક મળી કુલ ચાર આરોપીઓ તેમજ લૂંટના મુદ્દા માલની બાકી બચેલી રકમ રિકવર કરવા માટેની દિશામાં અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી મુજબ, આંગડિયા પેઢીના કર્મચારીઓ રાજુભાઈ પટેલ અને નરેન્દ્રસિંહ સોલંકી મોપેડ પર 1.41 કરોડની રોકડ તથા અંદાજે 5 લાખ રૂપિયાના સોનાના દાગીના સાથે ગોધરા તરફ જવા નીકળ્યા હતા. દરમિયાન પહેલેથી જ ઘાત લગાવીને બેઠેલા અતુલ મહેશ ભુરીયા, ખરજનો પરમેશ્વર પલાસ અને મંડાવાવનો ગોવિંદ મોહનીયા, ખરજનો અવિશલ પલાસ, મંડાવનો જીગ્નેશ હઠીલા તેમજ છાપરીનો અર્જુન આમલીયાર સહિત બે બાઈક પર આવેલા છ બુકાનીધારી લુંટારૂઓએ આંગડિયા પેઢીના બન્ને કર્મચારીઓને આંતરી પૈસા ભરેલો પાર્સલ ઝુટવવાનો પ્રયાસ કરતા બન્ને કર્મચારીઓ એ પ્રતિકાર કરતા ઉપરોક્ત લુટારૂઓ લાકડીઓ લઇને બંને ઉપર તૂટી પડ્યા હતા.અને પળવારમાં પૈસા ભરેલા થેલા લઈ ધૂમ સ્ટાઇલમાં ભાગ્યા હતા.જોકે લૂંટની ઘટનાની જાણ પોલીસને થતા જ DYSP જગદીશ ભંડારીના માર્ગદર્શનમાં તરત જ LCB, SOG,A ડિવિઝન તેમજ ગ્રામ્ય પોલીસ અલગ અલગ ટીમોમાં વહેચાઈ હતી. અને લૂંટારૂઓને પકડવા ફિલ્મીઢબે પીછો કર્યો હતો.આ દરમિયાન લૂંટારૂઓએ જાલત નજીક રેલવે ગરનાળા પાસે ઘેરાઈ જતા પોલીસની ગાડીની ટક્કર મારી ભાગવા જતા પાસે નાળામાં પડતા એક બાઈક પર સવાર ત્રણ લૂંટારૂઓ અતુલ મહેશ ભુરીયા, પરમેશ્વર પલાસ અને મંડાવાવનો ગોવિંદ મોહનીયાને પકડી લીધા હતા. પરંતુ આ ત્રણેય લૂંટારૂઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છતાં તેઓને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.
પોલીસની પ્રારંભિક તપાસમાં સપાટી પર આવેલી વિગતોમાં ઉપરોક્ત લુટારૂઓ છેલ્લા ઘણા સમયથી વેરહાઉસ પાસે બેઠક કરી હતી.અને માર્કેટમાંથી નીકળતા આંગડિયા પેઢીના કર્મચારીઓ પર વોચ રાખી હતી.રેકી કરી હતી અને નક્કી કરેલા ટાર્ગેટને પૂરું પાડવા ગૌશાળા ચોકી સ્થિત પટેલ બાબુલાલ કાંતિલાલ આંગડિયા પેઢીથી ગૌશાળાના વેરહાઉસ સુધી અલગ અલગ લોકેશન પર ગોઠવાયા હતા. આ લૂંટની ઘટનામાં અલ્પેશ વરસિંગ પણદા રહે.નાની ખરજ તેમજ ધરમભાઇ વિક્રમભાઇ પલાસ રહે.મોટી ખરજ દ્વારા સમગ્ર લૂંટને અંજામ આપવા માટે રેકી કરી લૂંટની ઘટનાને અંજામ આપવામાં મદદ કરી હતી. દરમિયાન કર્મચારીઓનો પીછો કરી વેરહાઉસ પાસે લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. જોકે આ સમગ્ર ઘટના માર્કેટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જે પોલીસે રિકવર કર્યા હતા. જે બાદ પોલીસે ત્રણ દિવસની તપાસ દરમિયાન ઉપરોક્ત આરોપી પાસેથી 1.35 કરોડનો મુદ્દા માલ પ્રાપ્ત કર્યો છે આ પ્રકરણમાં પોલીસે ઇજાગ્રસ્ત ત્રણ પૈકી બે આરોપીઓને આજે હોસ્પિટલમાંથી રજા મળતા તેમની ધરપકડ કરી હતી સાથે જ રેકી કરી મદદ કરનાર એક સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
*લૂંટમાં સામેલ ત્રણ આરોપી હિસ્ટ્રીસિટર હોવાનું સામે આવ્યું, આરોપીને મદદ કરનારને છોડવામાં નહીં આવે:- SP રવિરાજ સિંહ જાડેજા*
આંગણીયા પેઢીની લૂંટમાં સામેલ ખરજનો પરમેશ્વર પલાશ, અતુલ મહેશ ભુરીયા તેમજ છાપરીનો અર્જુન નટવરલાલ અમલીયાર સહિત લૂંટારૂઓ અગાઉ પણ વિવિધ ગુનાઓમાં સામેલ હોવાનું બહાર આવ્યું છે. ઉપરોક્ત લૂંટમાં બનાવવામાં સામેલ આરોપીઓને મદદ કરનાર તેમને આશરો આપનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. પોલીસની અલગ અલગ ટીમો દ્વારા બાકી બચેલા આરોપીઓ તેમાં તેમની પાસેનો મુદ્દા માલ રિકવર કરવાની દિશામાં પોલીસ કામ કરી રહી છે. પોલીસવડાએ જણાવ્યું હતું
