સિંગવડ તાલુકાના ભાણપુરના કબુતરી ડેમના પાણીમાંથી દિપડો મૃત હાલતમાં મળી આવ્યો…

Editor Dahod Live
1 Min Read

સિંગવડ તાલુકાના ભાણપુરના કબુતરી ડેમના પાણીમાંથી દિપડો મૃત હાલતમાં મળી આવ્યો…

દાહોદ તા. ૨૫

 સિંગવડ તાલુકાના ભાણપુર ગામના કબૂતરી ડેમના પાણીમાં એક દિપડો મૃત હાલતમાં પડેલો જોવા મળતા સાકરીયા ગામના ગણપતભાઈ બારીયા દ્વારા જે.પી ડામોર ફોરેસ્ટ છાપરવાડના ને જાણ કરતાં રણધીપુર રેંજના આર.એફ.ઓ જે.એમ રાઠોડ તથા રંધીપુર રેન્જ સ્ટાફ દેવગઢબારીયા એસીએફ બારીયા તથા ડી.સી.એફ મિતેશ કુમાર પટેલ ifs ની સૂચના મુજબ તાત્કાલિક જાણ તથા સ્થળ પર જઈ તપાસ કરતા મૃત દીપડાને પાણીમાંથી બહાર કાઢી સરકારી પંચોની હાજરીમાં પશુ ડોક્ટર દ્વારા પીએમ કરાવવામાં આવ્યો ત્યાર બાદ દીપડાના મૃતદેહને માતાના પાલ્લા નર્સરી ખાતે અગ્નિદાહ કરવામાં આવેલો દીવડા નું મૃત્યુનું કયા કારણ થી થયું તેનું pm રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે તેમ જણાવવામાં આવ્યું હતું

Share This Article