દાહોદ-બિલવાણી નાઇટ બસમાં ડીઝલ ચોરીનો પર્દાફાશ, ડ્રાઇવર પુત્ર સાથે રંગેહાથ ઝડપાયો

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ-બિલવાણી નાઇટ બસમાં ડીઝલ ચોરીનો પર્દાફાશ, ડ્રાઇવર પુત્ર સાથે રંગેહાથ ઝડપાયો

દાહોદ તા.24

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની દાહોદ ડેપોની દાહોદ-બિલવાણી નાઇટ બસમાં ડીઝલ ચોરીનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ઘટનામાં બસના ડ્રાઇવરને તેના પુત્ર સાથે અંદાજે 30 લીટર ડીઝલ અને સાધનો સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

 

મળતી માહિતી મુજબ, GJ-18-Z-8641 નંબરની દાહોદ ડેપોની દાહોદ-બિલવાણી નાઇટ બસમાં ડીઝલ ચોરી થતી હોવાની શંકાના| આધારે અધિકારીઓ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. બસ નાઇટ હોલ્ટ બાદ એક બાઈકચાલક ટિકિટ લેવા આવ્યો હોવાનું જણાયું હતું.થોડીવાર બાદ બાઈકચાલક બસની ડ્રાઇવર સાઇડ અંધારામાં લઈ જઈ| કારબાની મદદથી બસની ડીઝલ ટાંકીમાંથી ડીઝલ કાઢતો હોવાનું દેખાતા LC ટીમ દ્વારા તાત્કાલિક છાપો મારવામાં આવ્યો હતો.કાર્યવાહી દરમિયાન બસના ડ્રાઇવર બારીયા રમેશભાઈ આર ને તેમના પુત્ર સાથે અંદાજે 30 લીટર ચોરી કરાયેલ ડીઝલ, કારબા અને પાઇપ સહિત રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.

 

ઘટનાની જાણ તાત્કાલિક 112 ઇમરજન્સી સેવા પર કરવામાં આવી હતી. બાદમાં પોલીસ સ્થળ પર પહોંચી આરોપીઓને ચોરીના ડીઝલ સહિત કસ્ટડીમાં લઈ લીમડી પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઈ હતી, જ્યાં સમગ્ર બનાવ અંગે લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે આ કાર્યવાહી દરમિયાન ઝાલોદ ડેપોના ડેપો મેનેજર એન.એસ. મુનિયા તથા LC ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જેમાં હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.|

Share This Article