સિંગવડ તાલુકાના ઘણી સરકારી ઓફિસના વાહનોનો થતો દુરુપયોગની બૂમો.!

Editor Dahod Live
1 Min Read

કલ્પેશ શાહ:સીંગવડ 

સિંગવડ તાલુકાના ઘણી સરકારી ઓફિસના વાહનોનો થતો દુરુપયોગની બૂમો.!

સીંગવડ તા.20

અમેરિકા અને ઈરાનના યુદ્ધના કારણે સર્જાયેલી ક્રુડની અછતના ભાગરૂપે દેશના વડાપ્રધાન દ્વારા દેશહિતમાં પેટ્રોલ અને ડીઝલનો બચાવ માટે ભાર મૂકવામાં આવ્યો છે.ત્યારે દેશના તથા ગુજરાત રાજ્યના ઘણા ખરા મંત્રીઓ તથા ધારાસભ્યો દ્વારા પોતાના પાયલોટિંગ વાહનો તથા પોતાના વાહનો મૂકીને સરકારી બસો તથા ટ્રેનનો ઉપયોગ કરવાનું ચાલુ કર્યું છે.ત્યારે સિંગવડ તાલુકામાં ઘણી સરકારી ઓફિસોના વાહનોનો ખોટો દુરુપયોગ થતો હોય તેમ લાગી રહ્યું છે.જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પોતાના કાફલામાં ઘણા વાહનો ઓછા કરી દેવામાં આવ્યા છે ત્યારે સિંગવડ તાલુકાના ઘણા ઓફિસોના વાહનો અધિકારીઓને મુકવા તથા લેવા જતા હોય છે જ્યારે આ સરકારી વાહનો દોડાયા પછી તેનામાં કેટલો પેટ્રોલ ડીઝલનો ખોટો વેડફાટ થાય તે એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે ખરેખર સરકારી તંત્રના અધિકારીઓ દ્વારા પણ આ પેટ્રોલ અને ડીઝલનો બચાવ કરવામાં માટે યોગ્ય પગલા લઈને ડીઝલ અને પેટ્રોલ નો બચાવ કરવો જોઈએ અને સરકારી તંત્રના અધિકારીઓ દ્વારા પણ સરકારી બસોનો ઉપયોગ કરીને તેનામાં આવા જવાનું કરે તો પણ એક આમ લોકોમાં ઉદાહરણ બેસી શકે તેમ છે

Share This Article