વિશ્વ મધમાખી દિવસ : ખેડૂતોની આર્થિક પ્રગતિનું ‘મીઠું’ માધ્યમ

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

વિશ્વ મધમાખી દિવસ : ખેડૂતોની આર્થિક પ્રગતિનું ‘મીઠું’ માધ્યમ

દાહોદ તા. ૧૯

રાજ્ય સરકારની વિવિધ બાગાયતલક્ષી યોજનાઓ અને સબસિડીના સહયોગથી ગુજરાતમાં મધમાખી ઉછેર ખેડૂતો માટે ‘સ્વીટ રિવોલ્યુશન’ બની રહ્યો છે. સાણંદના ખીચા ગામના ખેડૂત શ્રી કાશીરામે સરકારી સહાય અને તાલીમ મેળવી 10 પેટીથી શરૂઆત કરી અને આજે 20થી વધુ મધમાખીના બોક્સ સાથે લાભદાયી ઉદ્યોગ ઉભો કર્યો છે.

મધમાખી ઉછેર માત્ર મધ ઉત્પાદન પૂરતું સીમિત નથી, પરંતુ ‘પરાગનયન’ની પ્રક્રિયા થકી પાકના ઉત્પાદનમાં 20 થી 30 ટકા વધારો કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ગુજરાત સરકાર દ્વારા મધમાખી ઉછેર માટે કીટ, તાલીમ અને સબસિડી આપવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂતો ખેતીની સાથે વધારાની આવક મેળવી રહ્યા છે.

Share This Article