લીમડા મુવાડી પાસેથી કારનો પીછો કરતાં 37.33 લાખના 248 કિલો પોષ ડોડા મળ્યા

Editor Dahod Live
2 Min Read

ઈલિયાશ શેખ :- સંતરામપુર

લીમડા મુવાડી પાસેથી કારનો પીછો કરતાં 37.33 લાખના 248 કિલો પોષ ડોડા મળ્યા

માદક પદાર્થ અને કાર મળી 47.38 લાખનો મુદ્દામાલ જપ્ત : ડ્રાઈવર અંધારાનો લાભ લઈ ફરાર(સબહેડ)

સંતરામપુર તા. ૧૨

 સંતરામપુર તાલુકાના લીમડા મુવાડી ગામ પાસે પોલીસે વોચ ગોઠવી 37.33 લાખથી વધુની કિંમતનો પોષ ડોડાનો જથ્થો અને ટાટા હેરિયર ગાડી મળી કુલ 47.38.200 નો મુદ્દામાલ કબજે કર્યો છે. છેલ્લા 3 વર્ષમાં મહીસાગર એસ.ઓ.જી. અને સંતરામપુર પોલીસ દ્વારા પોષ ડોડા પકડવાની આ ત્રીજી મોટી કાર્યવાહી છે.

પ્રાપ્ત વિગત અનુસાર બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે સંતરામપુરના લીમડા મુવાડી ગામે વહેલી સવારે 4.30 વાગ્યે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ ટાટા હેરિયર ગાડી પસાર થતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો. જોકે. ચાલકે ગાડી ઉભી ન રાખતા પોલીસે લાકડી વડે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આગળ પોલીસનો મોટો કાફલો હોવાનું જણાતા. ડ્રાઈવર ગાડી મૂકીને અંધારાનો લાભ લઈ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી મોટા પ્રમાણમાં નશીલો પદાર્થ મળી આવ્યો હતો. જેમાં 248 કિલોગ્રામ પોષ ડોડાનો જથ્થો જેની બજાર કિંમત પ્રતિ કિલો 15.000 લેખે 37.33.200 થાય છે. ગાડીની કિંમત સાથે કુલ 47.38.200 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. ઘટનાની ગંભીરતા જોતા એસ.ઓ.જી. મહીસાગરે તાત્કાલિક સ્થળ પર જ સરકારી પંચો અને FSLના અધિકારીઓને બોલાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સંતરામપુર વિસ્તાર દાહોદ અને રાજસ્થાનના આનંદપુરી એમ બંને બોર્ડરની નજીક આવેલો છે. આ ભૌગોલિક સ્થિતિનો લાભ લઈને બુટલેગરો રાજસ્થાન અને મધ્યપ્રદેશથી નશીલા પદાર્થો ગુજરાતમાં ઘુસાડતા હોય છે. સંતરામપુર અને લુણાવાડા થઈને આ માલ ગુજરાતના અન્ય શહેરોમાં પહોંચાડવામાં આવે છે.

Share This Article