બારિયા મરગાળા ગામે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ: ખેડૂતોને માર્ગદર્શન અપાયું*

Editor Dahod Live
1 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*બારિયા મરગાળા ગામે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ: ખેડૂતોને માર્ગદર્શન અપાયું*

 સુખસર,તા. 6

સુખસર તાલુકાના બારિયા મરગાળા ગામમાં કૃષિ સહાયક ધ્રુવી પટેલ દ્વારા ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે ખેડૂતોને રસાયણ મુક્ત ખેતી પદ્ધતિઓ, ખર્ચમાં ઘટાડો અને જમીનની ઉર્વરાશક્તિ વધારવા અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ખેડૂતોની આવકમાં વધારો થવા સાથે સ્વચ્છ અને શુદ્ધ ખોરાક ઉપલબ્ધ થાય તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.રાજ્યપાલશ્રી અને પ્રધાનમંત્રીના પ્રાકૃતિક ખેતી દ્વારા સમૃદ્ધિના લક્ષ્યને સાકાર કરવા માટે આ પ્રકારના તાલીમ કાર્યક્રમો મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે.

Share This Article