સંતરામપુરમાં ભાજપનો ભવ્ય વિજય: 6 જિલ્લા પંચાયત બેઠકો પર કબજો, દશરથસિંહ બારીયાની મેનેજમેન્ટ સાબિત.

Editor Dahod Live
2 Min Read

ઈલિયાશ શેખ :- સંતરામપુર

સંતરામપુરમાં ભાજપનો ભવ્ય વિજય: 6 જિલ્લા પંચાયત બેઠકો પર કબજો, દશરથસિંહ બારીયાની મેનેજમેન્ટ સાબિત.

સંતરામપુર તા.28

મહિસાગર જિલ્લાના સંતરામપુર ખાતે આવેલ આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આજે તાલુકા અને જિલ્લા પંચાયતની મત ગણતરી પ્રક્રિયા કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. ચૂંટણી અધિકારીઓ અને પોલીસ વિભાગ દ્વારા સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

મત ગણતરી પૂર્ણ થતાં જ પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરતાં સંતરામપુર તાલુકાની તમામ 6 જિલ્લા પંચાયત બેઠકો પર વિજય મેળવી સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે.આ ચૂંટણીમાં ભાજપ દ્વારા મોટા પાયે નવા ચહેરાઓને તક આપવામાં આવી હતી, જેના કારણે શરૂઆતમાં ટિકિટ વહેંચણીને લઈ થોડો અસંતોષ અને આંતરિક મનદુઃખ જોવા મળ્યું હતું. બીજી બાજુ, વિરોધ પક્ષો દ્વારા પણ જોરદાર પડકાર ઉભો કરવામાં આવ્યો હતો.

તેમ છતાં, મહિસાગર જિલ્લા પ્રમુખ દશરથસિંહ બારીયાની સુવ્યવસ્થિત આયોજન અને મજબૂત મેનેજમેન્ટના કારણે પાર્ટીએ તમામ પડકારોનો સામનો કરીને પ્રચંડ જીત મેળવી છે.

તાલુકા પંચાયત સ્તરે પણ ભાજપે નોંધપાત્ર બહુમતી મેળવી નવી રાજકીય દિશા તરફ પગલું ભર્યું છે.

પરિણામ જાહેર થતાં જ વિજેતા ઉમેદવારો અને સમર્થકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. અનેક વિસ્તારોમાં ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને વિજયની ઉજવણી કરવામાં આવી હતી. વિજય સરઘસો પણ કાઢવામાં આવ્યા હતા અને જીતેલા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Share This Article