ધાનપુરના ભાણપુર ધોળાદાંતા માળના જંગલમાંથી ગળેફાંસો ખાધેલ ડીકંપોઝ હાલત એક અજાણી મહિલાની લાશ મળી આવતા ચકચાર:હત્યા કે આત્મહત્યા ? પોલિસ તપાસમાં જોતરાઈ

Editor Dahod Live
1 Min Read

  નીલ ડોડીયાર :- દાહોદ 

દાહોદ તા.૧૩

ધાનપુર તાલુકાના ભાણપુર ગામના ધોળાદાંતા માળના જંગલમાંથી ગળે ફાંસો ખાધેલ ડીકંપોઝ હાલત એક અજાણી મહિલાની લાશ મળી આવતા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓને આ ઘટનાની જાણ થતાં તેઓએ ધાનપુર પોલીસ સ્ટેશનમાં આ બાબતે જાણ કરી હતી. ધાનપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી આ અજાણી મહિલાના મૃતદેહની નીચે ઉતારી તેને પોસ્ટમર્ટમ માટે મોકલવામાં આવેલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર, આજ તારીખ ૧૩ સપ્ટેમ્બરના રોજ ધાનપુર તાલુકાના ભાણપુર ગામના ધોળાદાંતા માળના જંગલમાંથી ઝાડ ઉપર ઓઢણી વડે ગળે ફાંસો ખાધેલ ડીકંપોઝ હાલતમાં ૨૦ થી ૩૦ વર્ષીય અજાણી મહિલાની લાશ મળી આવેલ છે. આ મહિલાએ ગુલાબી કલરના ફૂલોની ડિઝાઇનવાળો ડ્રેશ તેમજ કમરના ભાગે કાળા કલરની લેંગિસ પહેરેલ છે તથા તેના ડાબા હાથે ઘડિયાળ બાંધેલ છે. આ લાશ આશરે એક અઠવાડીયા ઉપરની હોય તેમ જણાય છે અને ડીકંપોઝ થયેલ છે. આ બાબતે ધાનપુર પોલીસે CRPC ૧૭૪ મુજબ નોંધ કરી આ મહિલા કોણ છે અને ક્યાંની છે તે બાબતે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

Share This Article