રાજ્ય ચૂંટણી કમિશનરશ્રીના અધ્યક્ષ સ્થાને વિડિઓ કોન્ફરન્સ યોજાઈ* *ચૂંટણી આયોજન તેમજ જિલ્લા વાઈઝ ચૂંટણી પ્રક્રિયાની સમીક્ષા કરતા રાજ્ય ચૂંટણી કમિશનરશ્રી*

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*રાજ્ય ચૂંટણી કમિશનરશ્રીના અધ્યક્ષ સ્થાને વિડિઓ કોન્ફરન્સ યોજાઈ*

*ચૂંટણી આયોજન તેમજ જિલ્લા વાઈઝ ચૂંટણી પ્રક્રિયાની સમીક્ષા કરતા રાજ્ય ચૂંટણી કમિશનરશ્રી*

દાહોદ તા. ૨૩

દાહોદ કલેકટર કચેરી ખાતે રાજ્ય ચૂંટણી કમિશનરશ્રીના અધ્યક્ષ સ્થાને વિડિઓ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ચૂંટણી આયોજન તેમજ જિલ્લા વાઈઝ ચૂંટણી પ્રક્રિયાની રાજ્ય ચૂંટણી કમિશનર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.

આ વિડિઓ કોન્ફરન્સ દરમ્યાન રાજ્ય ચૂંટણી કમિશનર દ્વારા મતદાન મથકોએ મતદારો માટે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવા જેવી કે, હિટવેવને ધ્યાને રાખીને ખાસ કરીને પીવાના પાણી, છાંયડા માટે શેડ, ઇમરજન્સી પરિસ્થિતિ માટે મેડિકલ ટીમ સહિત અન્ય જરૂરી વ્યવસ્થા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

આ નિમિતે ભૌતિક ચકાસણી, ચૂંટણી લક્ષી તાલીમો, મતદાન કેન્દ્રો, આચાર સંહિતાની અમલવારી તેમજ સ્ટ્રોંગ રૂમ, રિસીવિંગ, કાઉન્ટિંગ અને ડીસ્પેચિંગ સેન્ટર, મત ગણતરી કેન્દ્રો નક્કી કરવા જેવી અગત્યની બાબતો અંગે સમીક્ષા કરી જિલ્લા વાઈઝ કામગીરી સમીક્ષા કરી હતી.

આ વિડિઓ કોન્ફરન્સ દરમ્યાન જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડે, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી હેતલબેન વસૈયા, નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ તેમજ તમામ આર. ઓ. અને એ. આર. ઓ. ઉપસ્થિત રહ્યા હતા.

000

Share This Article