*સુખસર તાલુકાના ઘાણીખુટની આદિવાસી દીકરીએ MBBS ની ડીગ્રી મેળવી નામ રોશન કર્યું*

Editor Dahod Live
1 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*સુખસર તાલુકાના ઘાણીખુટની આદિવાસી દીકરીએ MBBS ની ડીગ્રી મેળવી નામ રોશન કર્યું*

સુખસર,તા.20

  સુખસર તાલુકાના ઘાણીખૂંટ ગામની કલારા પરિવારની દીકરી મેઘા બેન કાંતિભાઈ કલારાએ M.B.B.S.ની ડિગ્રી સફળતાપૂર્વક પૂર્ણ કરી ગામની પ્રથમ M.B.B.S. ડોક્ટર બનવાનું ગૌરવ મેળવ્યું છે.કાન્તિભાઈ કલારા અને સોમીબેન કલારાની દીકરીએ પોતાના સંકલ્પ, મહેનત અને આત્મવિશ્વાસના બળ ઉપર આ ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું છે. મેઘાની આ ઉપલબ્ધિથી કલારા પરિવાર ઘાણીખૂંટ ગામ સુખસર તાલુકા સહિત સમગ્ર આદિવાસી સમાજમાં ગૌરવ અને આનંદની લાગણી છવાઈ ગઈ છે.ગામના લોકો માટે આ એક ઐતિહાસિક ક્ષણ બની છે.કારણ કે ઘાણીખુટ ગામમાંથી પ્રથમ આ દીકરીએ ડોક્ટર બનીને ગામનું નામ રોશન કર્યું છે.આ દીકરી હજી પણ આગળ વધી પરિવાર,ગામ અને સમાજનું નામ રોશન કરે અને તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે એવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

Share This Article