સુખસર પોલીસ દ્વારા ચોરીમાં ગયેલ, ખોવાયેલ,ગુમ સાત મોબાઈલ”તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ મૂળ માલિકોને પરત કરાયા** *સુખસર પોલીસે સી.ઈ.આઈ.આર પોર્ટલના ઉપયોગથી કિંમત રૂ,1,19485 ના સાત મોબાઈલ શોધી કાઢવામાં આવ્યા હતા*

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*સુખસર પોલીસ દ્વારા ચોરીમાં ગયેલ, ખોવાયેલ,ગુમ સાત મોબાઈલ”તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ મૂળ માલિકોને પરત કરાયા**

*સુખસર પોલીસે સી.ઈ.આઈ.આર પોર્ટલના ઉપયોગથી કિંમત રૂ,1,19485 ના સાત મોબાઈલ શોધી કાઢવામાં આવ્યા હતા*

સુખસર,તા.12

 નાયબ પોલીસ મહા નિરીક્ષક વીધી ચૌધરી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાના ઓએ તથા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજ સિંહ જાડેજા દાહોદ નાઓએ જિલ્લામાં ચોરીમાં ગયેલ,ગુમ થયેલ,ખોવાયેલ મોબાઈલ ટેકનિકલ સોર્સના માધ્યમથી શોધી કાઢવા સારું સૂચના આપેલ.તેમજ નાયબ પોલીસ અધિક્ષક ઝાલોદ વિભાગ ઝાલોદના બી.આર.પટેલ નાઓ એ માર્ગદર્શન આપેલ.જે અનુસંધાને સુખસર પોલીસ સ્ટેશનની ટેકનીકલ ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીમાં ગયેલ,ગુમ થયેલ,ખોવાયેલ મોબાઈલ ફોન સંબંધે સી.ઈ.આઈ.આર પોર્ટલ ના આધારે માહિતી એકત્રિત કરી ટેકનિકલ વર્ક આઉટની કામગીરીમાં કાર્યરત કરી હતી.

      દરમ્યાન સુખસર પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેકટર એમ.એમ. રાઠોડ નાઓની સૂચના મુજબ સુખસર પોલીસ સ્ટેશનની ટેકનીકલ ટીમે સી.ઈ.આઈ.આર પોર્ટલ આધારે માહિતી મેળવી ટેકનીકલ સોર્સના માધ્યમથી એનાલીસીસ કરી સુખસર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીમાં ગયેલ ખોવાયેલ ગુમ થયેલ પોર્ટલના ઉપયોગથી સુખસર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોબાઇલ નંગ સાત જેની કિંમત રૂપિયા 1,19485 ના શોધી કાઢી”તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત મોબાઈલ ફોનના મૂળ માલિકોને બોલાવી તેઓના મોબાઇલ ફોન પરત આપી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સુખસર પોલીસ સ્ટેશને સાર્થક કરેલ હોવાનું જાણવા મળે છે.

      ઉપરોક્ત બાબતે સુખસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ.રાઠોડ, પી.એસ.આઇ.એમ.કે.દામા,આઈ.ટી એક્સપર્ટ ડેઇઝીબેન સંગાડા,વુમન વુમન હેડ કોસ્ટેબલ દક્ષાબેન,ઉષાબેન તથા એલ.આર.ડી અક્ષયભાઈ ના ઓએ સારી કામગીરી કરેલ હોવાનું પોલીસ સ્ટેશન સુત્રો દ્વારા જાણવા મળેલ છે.

Share This Article