ઝાલોદમાં કૂવામાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ. શબરી આશ્રમ નજીક ઘટના,પાણીમાં પડી જવાથી મોતની આશંકા

Editor Dahod Live
1 Min Read

ઝાલોદમાં કૂવામાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ.

શબરી આશ્રમ નજીક ઘટના,પાણીમાં પડી જવાથી મોતની આશંકા

દાહોદ તા.10

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાંથી એક દુખદ ઘટના સામે આવી છે,જેમાં શબરી આશ્રમ નજીક આવેલા કૂવામાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

 

મળતી માહિતી મુજબ, મૃતકની ઓળખ ઝાલોદ તાલુકાના બીયામાળી ગામના રહેવાસી સુશીલભાઈ શામાભાઈ વસૈયા તરીકે થઈ છે. જેમાં પ્રાથમિક તપાસ મુજબ યુવકનું પાણીમાં પડી જવાથી મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વધુ કામગીરી માટે નગરપાલિકાના ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા કૂવામાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં શોક અને ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે.

Share This Article