દાહોદ નગરપાલિકા ચૂંટણીમાં ફોર્મ ભરવાનું ધીમું ગતિમાન,અત્યાર સુધી માત્ર 9 ઉમેદવારો મેદાને.! છેલ્લા દિવસે જ જોવા મળશે ભારે ઘસારો, મુખ્ય પક્ષોના હજુ સુધી એકપણ ફોર્મ નહીં

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ નગરપાલિકા ચૂંટણીમાં ફોર્મ ભરવાનું ધીમું ગતિમાન,અત્યાર સુધી માત્ર 9 ઉમેદવારો મેદાને.!

છેલ્લા દિવસે જ જોવા મળશે ભારે ઘસારો, મુખ્ય પક્ષોના હજુ સુધી એકપણ ફોર્મ નહીં

દાહોદ તા.૧૦

દાહોદ જિલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જે પૈકી દાહોદ નગરપાલિકામાં સમાવિષ્ટ નવ વોર્ડમાં 36 બેઠકો માટે અત્યાર સુધીમાં કુલ 9 ફોર્મ જમા થયા છે. જે પૈકી આમ આદમી પાર્ટીમાંથી આઠ અને અપક્ષ માંથી એક ઉમેદવારે દાવેદારી નોંધાવી છે. નોંધનીય બાબત છે કે ઉમેદવારી પત્ર ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ હોવા છતાંય હજી સુધી મુખ્ય રાજકીય પક્ષના અત્યાર સુધી એક પણ ફોર્મ જમા થયા નથી. આ સિવાય અપક્ષો અને અન્ય પક્ષમાંથી જે ઉમેદવાર દાવેદારી કરવાના છે તે લોકોએ પણ હજી સુધી ફોર્મ ભર્યા નથી ત્યારે આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી તમામ રાજકીય પક્ષો તેમજ ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોનો આવતીકાલે પ્રાંત અધિકારીની કચેરી ખાતે ફોર્મ ભરવા માટે ભારે ઘસારો જોવા મળશે.

.

દાહોદ નગરપાલિકામાં 36 બેઠકો માટે આજની પરિસ્થિતિએ ૦૯ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાંવી છે. જેમાં આમ આદમી પાર્ટીના આઠ અને અપક્ષમાં એક ઉમેદવારે ઉમેદવારી નોંધાંવી છે. જેમાં વોર્ડ નંબર ૦૧ માં આમ આદમી પાર્ટીમાં કૃણાલ તડવી, વોર્ડ નંબર ૩માં અપક્ષમાં કાઈદ ચુનાવાલા, વોર્ડ નંબર ૪માં આમ આદમી પાર્ટીમાંથી મમતાબેન મનસુખાણી અને મેહુલ ભુરીયા, વોર્ડ નંબર ૫માંથી આમ આદમી પાર્ટીમાંથી મનોજ રાજપાલ, મુનીરા ગરબાડાવાલા અને સુમિત્રાબેન પંચાલ, વોર્ડ નંબર ૮માંથી આમ આદમી પાર્ટીમાંથી સફયુદ્દીન ખરોદાવાલા તેમજ ગઈકાલે આમ આદમી પાર્ટીમાંથી વોર્ડ નંબર ૪માંથી ભાનુપ્રસાદ પરમારે ઉમેદવારી નોંધાંવી હતી, આમ, અત્યાર સુધી ૦૯ ઉમેદવારે ઉમેદવારી નોંધાંવી છે ત્યારે આવતીકાલે તારીક ૧૧મીના રોજ ઉમેદવારી નોંધાંવવા માટે છેલ્લો દિવસ હોય ઉમેદવારોનો રાફડો ફાટશે તે નક્કી છે.

Share This Article