*ઝાલોદ ખાતે ડીવાયએસપી પટેલની અધ્યક્ષતામાં ઝોન લેવલ મોક ડ્રિલ યોજાઈ*

Editor Dahod Live
1 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*ઝાલોદ ખાતે ડીવાયએસપી પટેલની અધ્યક્ષતામાં ઝોન લેવલ મોક ડ્રિલ યોજાઈ*

સુખસર,તા.9

     જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બને તથા કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં પોલીસ દળ સજ્જ રહે તે હેતુથી ઝાલોદ ખાતે ડીવાયએસપી પટેલની અધ્યક્ષતામાં ઝાલોદ ઝોનની મોક ડ્રિલ યોજાઈ હતી.

       આ મોક ડ્રિલ દરમિયાન સુખસર પોલીસ સ્ટેશનના પી.આઈ એમ.એમ. રાઠોડ દ્વારા પોલીસ સ્ટાફને અશ્રુ ગેસ, ટિયર ગેસ, કલર ગેસ તેમજ વિવિધ પ્રકારના હથિયારોના ઉપયોગ અંગે પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવી હતી.ટ્રેનિંગમાં પરિસ્થિતિને કેવી રીતે કાબૂમાં લેવી,ભીડ નિયંત્રણ અને સુરક્ષા પગલાં અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.મોક ડ્રિલમાં ઝાલોદના ડીવાયએસપી,પી.આઈ, લીમડીના પી.આઈ તેમજ સુખસરના પી.આઈ, પીએસઆઈ અને પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ પ્રકારની મોક ડ્રિલથી પોલીસ દળની તૈયારીમાં વધારો થાય છે.અને કોઈપણ અચાનક પરિસ્થિતિમાં ઝડપી અને અસરકારક કામગીરી શક્ય બને છે.

Share This Article