રાજેશ વસાવે :- દાહોદ
એલસીબીની કાર્યવાહી, કતવારા પોલીસ મથકમાં મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલો આરોપી ઝડપાયો
દાહોદ તા. ૨
દાહોદ જિલ્લામાં મોબાઈલ ચોરીના બનાવોને અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા મોબાઈલ ચોરીના આરોપીને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે.
ઉપરોક્ત પ્રકરણમાં પકડાયેલો આરોપી પરેશભાઈ રૂમાભાઈ ગુંડિયા (ઉ.વ. ૨૧), રહે. આગાવાડા, નવાપુરા ફળીયનો વડુ બહાર આવ્યું છે પોલીસે તેની પાસેથી ચોરીમાં ગયેલો ઓપ્પો કંપનીનો A-3 PRO 5G મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવ્યો હતો.
પોલીસ તપાસ મુજબ મોબાઈલ ફોનની કિંમત આશરે રૂ. 17,666 હોવાનું સામે આવ્યું છે. આ મામલે કલવારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
