ફતેપુરા એમ.જી.વી.સી.એલની બેદરકારી સામે આવી:ખોટા મીટર રીડિંગ અને બિલમાં ગોટાળો* *એક ગ્રાહકને મીટર રીડિંગમાં જ્યારે બીજા ગ્રાહકને વીજબિલના નાણાં ભરાઈ કરવા છતાં ખોટું બિલ આપ્યું*

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*ફતેપુરા એમ.જી.વી.સી.એલની બેદરકારી સામે આવી:ખોટા મીટર રીડિંગ અને બિલમાં ગોટાળો*

*એક ગ્રાહકને મીટર રીડિંગમાં જ્યારે બીજા ગ્રાહકને વીજબિલના નાણાં ભરાઈ કરવા છતાં ખોટું બિલ આપ્યું*

સુખસર,તા.3

સુખસર વિસ્તાર સહિતના વિસ્તારોમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેની કામગીરી સામે ફરી એકવાર બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે.તાજેતરમાં બે અલગ-અલગ બનાવોમાં ગ્રાહકોને ખોટા મીટર રીડિંગ અને બિલિંગ ગોટાળાનો સામનો કરવો પડ્યો છે.

પ્રથમ બનાવમાં એક ગ્રાહકના હાલના મીટર રીડિંગમાં 5536 યુનિટ જોવા મળ્યા હતા.જ્યારે અગાઉ મીટર રીડિંગ લેવા આવેલા કર્મચારી દ્વારા 5673 યુનિટ નોંધાયા હતા.એટલે કે, સતત બે વખત ખોટા રીડિંગ નોંધાતા ગ્રાહકમાં અસંતોષ ફેલાયો હતો.આ મામલે ગ્રાહકે તપાસ દરમ્યાન ગ્રાહકની વાત સાચી હોવાનું બહાર આવ્યું.ત્યારબાદ વિદ્યુત વિભાગના મુખ્ય ઇજનેર ચૌધરી સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી.તેમણે ખાતરી આપી કે સમગ્ર મામલાની તપાસ કરી યોગ્ય સુધારો કરવામાં આવશે.

         બીજા બનાવમાં, એક અન્ય ગ્રાહકને રૂપિયા14,000 બાકી હોવાનું જણાવાયું હતું. ગ્રાહકે જણાવ્યું કે, તેઓ રૂપિયા10,000 પહેલેથી જ ભરી ચૂક્યા છે અને રૂપિયા 4,000 નું બિલ તાજેતરમાં બન્યું છે.પરંતુ સ્ટાફ દ્વારા ઓનલાઈન ડેટા મુજબ પૂરી રકમ ભરવાની વાત કરવામાં આવી હતી.ત્યારબાદ ગ્રાહકે પોતાના પાસે રહેલી રસીદ બતાવતા મામલો સ્પષ્ટ થયો હતો.સ્ટાફે પોતાના અધિકારી સાથે વાત કરતાં જાણવા મળ્યું કે, ગ્રાહક દ્વારા ભરેલાં પૈસા ભૂલથી અન્યના ખાતામાં જમા થઈ ગયા હોવાનું જણાવ્યું હતું.અને અધિકારીએ ભૂલ સ્વીકારી અને રકમ સુધારી આપવાની ખાતરી આપી હતી.

આ બંને બનાવો પછી ગ્રાહકોમાં પ્રશ્ન ઊભો થયો છે કે,વિદ્યુત વિભાગમાં આવી બેદરકારી ક્યારે બંધ થશે? નિયમિત મોનીટરીંગ અને જવાબદારી નક્કી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં આવા કિસ્સાઓ વધવાની શક્યતા નકારી શકાય નહીં.

Share This Article