બાબુ સોલંકી :- સુખસર
*સુખસરમાં હનુમાન જયંતિ નિમિત્તે દયાળુ હનુમાનજી મંદિરે ભવ્ય ભંડારો અને સુંદરકાંડનું આયોજન કરાયું*
સુખસર,તા.3

સુખસર ખાતે ગુરૂવારના રોજ દયાળુ હનુમાનજી મંદિરે સુખસર ખાતે હનુમાન જયંતિના પાવન અવસરે ભવ્ય ભંડારો તથા સુંદરકાંડ પાઠનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું.આ ધાર્મિક પ્રસંગે સુખસર તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.
ભંડારામાં હજારો ભક્તોએ શ્રદ્ધાપૂર્વક પ્રસાદી ગ્રહણ કરી ધર્મલાભ મેળવ્યો હતો.સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો.અને જય શ્રી રામ તથા હનુમાનજીના જયઘોષોથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
સુંદરકાંડ પાઠ દરમિયાન પૂજાના યજમાન તરીકે શ્રી દશરથભાઈ પ્રજાપતિએ સેવાઓ આપી હતી.અને વિધિપૂર્ણ રીતે પૂજન-અર્ચન કર્યું હતું.
આ આયોજનને સફળ બનાવવા માટે પિંકેશભાઈ દરજી અને રાજાભાઈ દરજીએ પોતાના મિત્રો સાથે મળીને સુંદર આયોજન હાથ ધર્યું હતું.અને સમગ્ર કાર્યક્રમને સુવ્યવસ્થિત રીતે પાર પાડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સુખસર ખાતે દર વર્ષે હનુમાન જયંતિ નિમિત્તે આ રીતે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવે છે.જેમાં ગ્રામજનો અને ભક્તો ઉત્સાહભેર ભાગ લઈ ધાર્મિક પરંપરાને જાળવી રાખે છે.
