ફતેપુરામાં સાસરીયાઓના ત્રાસથી મહિલાએ બે બાળકો સાથે કુવામાં ઝપલાવ્યાનો મામલો:વધુ પાણી પી જવાથી મોત થયાનું પીએમ રિપોર્ટમાં ઘસ્ફોટક:ત્રણ લોકો સામે ગુનો નોંધાયો,મૃતક મહિલાના પતિની ઘરપકડ કરાઈ

Editor Dahod Live
1 Min Read

હિતેશ કલાલ :- સુખસર 

ફતેપુરા નાનાસરણાયા કેસમાં પતિ સાસુ-સસરા સામે ત્રાસ નો ગુનો નોંધાયો,પિયર પક્ષ દ્વારા ત્રાસ આપતા હોવાથી આત્મહત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી,પાણીમાં ડૂબી જવાથી મોત થયું હોવાનું પોસ્ટમોર્ટમ નો પ્રાથમિક રિપોર્ટ, પોલીસે પતિ ની કરી ધરપકડ.

 સુખસર તા.09

ફતેપુરા તાલુકાના નાના સરણાયા ગામે મંગળવારના રોજ વહેલી સવારે કૂવામાંથી બે બાળકો અને મહિલાની લાશ મળી આવી હતી જેમાં પિયર પક્ષ દ્વારા પતિ અને સાસુ સસરાના ત્રાસથી આત્મહત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસ ત્રાસ ગુનો નોંધી પતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ફતેપુરા તાલુકાના નાનાસરણાયા ગામે કુવા માંથી મળેલ બે સંતાનો અને મહિલાના લાશ બાબતના કેસમાં પિયર પક્ષની ફરિયાદના આધારે ફતેપુરા પોલીસે પતિ અને સાસુ-સસરા સામે ત્રાસ નો ગુનો દાખલ કર્યો હતો બુધવારે સાંજના ચાર વાગ્યા સુધી પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતુ જેમાં પાણીમાં ડૂબી જવાથી અને પાણી પી જવાથી મોત થયું હોવાનું પ્રાથમિક અહેવાલ મેડિકલ ઓફિસર આપ્યો હતો. પોલીસે પતિની ધરપકડ કરી હતી અને કોરોના મહામારી ને લઇ આરોપીના કોરોના ટેસ્ટ માટેની કામગીરી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. મહિલાએ બે સંતાનો સાથે કુવામાં પડી મોત વાલુ કરતા જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

Share This Article