બાબુ સોલંકી :- સુખસર
*સુખસરમાં બેનેશ્વર ધામના પીઠાધીશ્વર અચૂતાનંદજી મહારાજના આગમનથી ભક્તિમય માહોલ સર્જાયો*
*દયાળુ હનુમાનજી મંદિર ખાતે સુંદરકાંડ પાઠ અને ભંડારામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા, કૃષિ મંત્રી પણ રહ્યા હાજર*
સુખસર,તા.22

સુખસર ખાતે દયાળુ હનુમાનજી મંદિર પરિસરમાં ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અચ્યુતાનંદજી મહારાજના પધારવાથી સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.
સુખસરના વિજયભાઈ પંચાલ દ્વારા સુંદરકાંડ પાઠ તથા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સુખસર તેમજ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તો મહારાજના દર્શન માટે ઉમટી પડ્યા હતા.અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન રાજ્યના કૃષિ તથા મંત્રી રમેશભાઈ કટારા પણ ઉપસ્થિત રહી મહારાજના દર્શન કરી આશીર્વાદ લીધા હતા.જેના કારણે કાર્યક્રમને વિશેષ મહત્ત્વ પ્રાપ્ત થયું હતું.
બેનેશ્વર ધામ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં આવેલું પ્રાચીન અને પવિત્ર તીર્થસ્થળ છે, જ્યાં માહી, સોમ અને જાખમ નદીઓનો સંગમ થાય છે.આ સ્થળ આદિવાસી સમાજ માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે.
અહીંના પ્રસિદ્ધ સંત માવજી મહારાજ દ્વારા રચાયેલા “ચોપડા” ગ્રંથોમાં ભવિષ્યવાણીઓ અને આધ્યાત્મિક ઉપદેશો સમાવાયા છે, જેને ભક્તો અત્યંત શ્રદ્ધાપૂર્વક માનતા આવ્યા છે.
બેનેશ્વર ધામના પીઠાધીશ્વર અચૂતાનંદજી મહારાજને કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય દિતાભાઈ મછાર,વાસિયા ગામના વસૈયા પરિવાર તેમજ પાટડીયા ગામના મોતીભાઈ કલાલના પરિવાર સહિત અનેક ભક્તો દ્વારા કુળ ગુરુ તરીકે માન આપવામાં આવે છે.
આ સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ, એકતા અને ધાર્મિક આસ્થા પ્રગટાવતો યાદગાર પ્રસંગ બની રહ્યો હતો.
