સંજેલી મહેન્દ્ર :- ચારેલ…
દાહોદ જિલ્લાનું પ્રખ્યાત સંજેલી મીનીરણુજા ધામ ખાતે બીજના દિવસે ભવ્ય મેળો યોજાયો.
જય બાબારી જય અલખધણી જય રામાપીરના નારા સાથે સંજેલી તાલુકામાં ભારે ગર્જના.
આ રામાપીર નું પ્રસિદ્ધ મંદિર 1968માં ઘાસના ખોડનું બનાવીને સ્થાપના કરી હતી હાલ સૌથી ઊંચા 9 માળનું મંદિર.
સંજેલી તા. ૨૧

સંજેલી તાલુકાનું મીનીરણુજા ધામ ખાતે રાજસ્થાન એમપી સહિતના અલગ અલગ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભક્તો અલખધણી રામદેવ ભગવાનના દર્શન માટે પગપાળા ચાલીને આવતા શ્રદ્ધાળુઓનો બીજના દિવસે મહામેળો યોજાયો.

દુનિયામાં દેવ તો હજારો છે પણ જે અલખધણી છે જે પીરોનાપીર છે જે કળિયુગનું કલ્પસ્વરૂપ એવા રામાપીરનો પવિત્ર બીજ છે.તમે વિચાર્યું છે લાખો ભક્તો બીજ ના દિવશની જ કેમ રાહ જુએ છે.શું આ બીજનો રહસ્ય શું છે બીજ એટલે બીજું કંઈ પણ, શૂન્ય માંથી સર્જન થવાની શરૂઆત જેમ એક નાનકડું બીજ જમીનમાં દબાવીને વડવૃક્ષ થાય છે એમ જ જે ભક્ત પોતાનો અહંકારને ઓગાળીને પીરના ચરણોમાં સમર્પિત થાય છે એ જ ભક્તોમાં જીવનમાં સુખ શાંતિ બને છે.

અલખધણી રામાપીરની પવિત્ર બીજના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો પગપાળા અલખ ધણીની ધજા, ડીજે રથ લઈ ને રાજસ્થાન એમપી સહિતના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભક્તો સંજેલી ખાતે મીનીરણુજા પહોંચી શિશ ઝૂકાવ્યા આ મંદિર સૌથી ઉંચુ અને દાહોદ મહીસાગર ગોધરાનું પ્રસિદ્ધ મંદિર ગણવામાં આવે છે.આ મંદિરની સ્થાપના 1968માં ઘાસના ખોડનું બનાવીને મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આજે દાહોદ જિલ્લાનું આ પ્રખ્યાત મંદિર ગણવામાં આવે છે. હૃદયમાં એક શ્રદ્ધાનો દીવો પ્રગાવજો, ધન્યઘણા રણુજાને એને રાખે રણુજા રાય, એને આખી દુનિયાની લહેર હોય. આ મંદિરના મહારાજ દલસુખ દાસજી મહારાજએ જણાવ્યું કે ભગવાન વિષ્ણુ 9 અવતાર છે એટલે આ રામાપીરનુ મંદિર બનાવવામાં આવ્યું છે.
ધજા દીઠે ઘણી સાંભળે, દેવળ દીધે દુઃખ જાય,દર્શન કરતાં રામાપીરના, સધળા પ્રાપ્રક્ષિત થાય. આ મીનીરણુજા ધામ ખાતે ભક્તો માટે 24 કલાક સેવા પણ પૂરી પાડવામાં આવે છે આ મંદિર ખાતે ખાતે રામાપીર મંદિરે બીજના દિવસે હજારોની સંખ્યામાં રામાપીરના દર્શન માટે ભક્તો ઉમટ્યા અને ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી આ મંદિર વિશેષ આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર માનવામાં આવે છે જે ભક્તો રાજસ્થાનમાં મોટા રણુજા જઈ નથી શકતા તે ભક્તો સંજેલી ખાતે આવેલું પ્રસિદ્ધ મીનીરણુજા ગામ ખાતે પગપાળા પોતાની મનોકામના માનતા રાખી પૂર્ણ કરવામાં આવતી હોય છે. જય બાબારી જય અલખધણીના નારા સાથે રૂમઝુમ ઘોડલે આવે રે રણુજાવાળાના અલખધણી, લીલા પીળા તારા નેજા ફરકે ના સોન્ગ સાથે સંજેલી તાલુકો ભક્તિમય માહોલ સાથે ભારે ગર્જના..
