જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢાના દિશા-સૂચન અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લામાં કુપોષણમાંથી સુપોષિત થઇ રહેલા બાળકો* *તારીખ ૧૫-૧૨-૨૦૨૪ ના રોજ જન્મેલ બાળકી હાર્વિકાનું વજન સેમ માંથી તારીખ ૧૧-02-૨૦૨૬ સુધીમાં નોર્મલ કરવામાં મુખ્ય સેવિકા નિલમબેન પંડ્યા થયા સફળ*

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢાના દિશા-સૂચન અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લામાં કુપોષણમાંથી સુપોષિત થઇ રહેલા બાળકો*

*તારીખ ૧૫-૧૨-૨૦૨૪ ના રોજ જન્મેલ બાળકી હાર્વિકાનું વજન સેમ માંથી તારીખ ૧૧-02-૨૦૨૬ સુધીમાં નોર્મલ કરવામાં મુખ્ય સેવિકા નિલમબેન પંડ્યા થયા સફળ*

દાહોદ તા. ૨૦

વાત છે, દાહોદ જિલ્લામાં દાહોદ તાલુકામાં આવેલ આંગણવાડી કેન્દ્ર છાપરી – ૧ , બોરવાણી સેજા ઘટકનું નામ દાહોદ – ૪ ની. મુખ્ય સેવિકા નિલમબેન પંડ્યાએ દત્તક લીધેલ બાળકી કે, જેનું નામ હાર્વિકા મેડા છે. છાપરી ગામે તળાવ ફળિયું ખાતે રહેતા સોનલબેન અને કિર્તનકુમાર મેડાની આ દીકરીનો જન્મ ૧૫-૧૨-૨૦૨૪ માં થયો હતો. 

આ બાળકી અધૂરા માસે જન્મતાં તે કુપોષણથી પીડાતી હતી. જેથી તેને C-MAM કાર્યક્રમમાં તારીખ ૧૭-૦૯-૨૦૨૫ ના રોજ જોડવામાં આવી હતી. જે દરમ્યાન તે બાળકીની સમાયંતરે આરોગ્ય તપાસ કરવામાં આવતી હતી. સેમ ના ગ્રેડ હેઠળ રહેલી આ દીકરીનું તારીખ ૧૨-૧૧-૨૦૨૫ ના રોજ ૨.૫૦૦ વજન અને ૫૧ ઊંચાઈ હતી. જેની સારવાર રૂપે MAUC, પુરક પોષણ, THR ના પેકેટમાંથી બનાવેલ શીરો-રાબ રોજ-બ-રોજ આપવામાં આવ્યો હતો. 

ત્યારબાદ તારીખ ૦૮-૧૨-૨૦૨૫ ના રોજ તેની આરોગ્ય તપાસ કરવામાં આવતાં તેનું વજન પહેલાંથી વધીને ૩.૧૦૦ અને ઉંચાઈ પણ વધીને ૫૨ થઇ હતી. હવે એ સેમ ગ્રેડમાંથી બહાર નીકળીને મેમ ગ્રેડમાં પ્રવેશી હતી. એ પછી એને દરરોજ આંગણવાડી પર બોલાવીને રૂબરૂ જ પૌષ્ટિક ખોરાક ખવડાવવામાં આવતો હતો. એ સાથે દૈનિક ધોરણે મુખ્ય સેવિકા નિલમબેન પંડ્યા દ્વારા ટેલીફોનિક પૂછપરછ કરીને બાળકની સાર-સંભાળ લઈને પુરતી દરકાર કરવામાં આવતી હતી. 

તારીખ ૦૯-૦૬-૨૦૨૫ ના રોજ ફરીથી હાર્વિકાની આરોગ્ય તપાસ કરતાં તેનામાં સારો સુધાર જોવા મળ્યો હતો. તેનું વજન એકંદરે સારું કહી શકાય એ મુજબ ૪.૨૦૦ અને ઉંચાઈનો માપ કરતાં ૫૫ સુધીનો વધારો જોવા મળ્યો હતો. જે નોર્મલ કહી શકાય એ નોર્મલ ગ્રેડમાં એ પહોંચી ગઈ હતી. એ પછી હાર્વિકાને દરરોજ દૂધ સંજીવની યોજના પૂરતા પ્રમાણમાં આપવામાં આવ્યું હતું. 

છેલ્લે એની આરોગ્ય તપાસ તારીખ ૧૧-0૨-૨૦૨૬ ના રોજ કરવામાં આવી, ત્યારે આ નાનકડી દીકરી બિલકુલ નોર્મલ સ્થિતિમાં આવી ગઈ હતી. તેનું વજન ૪.૮૦૦ અને ઉંચાઈ ૫૭ થઇ ગયું હતું. હાલ હાર્વિકા બિલકુલ સામાન્ય સ્થિતિમાં આવી ગઈ છે. અત્યારે એને MAUC, પુરક પોષણ THR ના પેકેટમાંથી દૈનિક રાબ-શીરો આપવામાં આવી રહ્યો છે.

આમ, દાહોદ જેવા ગુજરાતના છેવાડાના જિલ્લામાં પણ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢાના દિશા-સૂચન અને માર્ગદર્શન હેઠળ તેમજ પ્રોગ્રામ ઓફિસરશ્રી ઈરાબેન ચૌહાણના પ્રયત્નોથી આંગણવાડીઓ થકી મળી રહેલ વિવિધ યોજનાઓના લાભો આપીને આંગણવાડીની બહેનો અનેકો કુપોષણ બાળકોને સુપોષિત કરવા માટે પોતાનો મહત્વનો ફાળો આપી રહી છે.

૦૦૦

Share This Article