બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા વિધાનસભાના સુખસર માં “કાર્યકર્તા સંમેલન” કાર્યક્રમ યોજાયો*
*ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું બુકેની જગ્યાએ બુકો થી વિશેષ સ્વાગત કરાયું*.
*સ્વાગત માટે આપેલ 12000 ચોપડાઓ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ પરિવારના બાળકોને અપાશે*
સુખસર,તા.19

ફતેપુરા વિધાનસભાના સુખસર ખાતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને કાર્યકર્તા સંમેલનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય અને કૃષિ મંત્રી રમેશભાઈ કટારા,સાંસદ જશવંતસિંહ ભાભોર, મહામંત્રી હિતુભાઈ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ફતેપુરા વિધાનસભાના સુખસર ખાતે ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને ભવ્ય કાર્યકર્તા સંમેલનનો કાર્યક્રમ ગુરૂવારના રોજ યોજાયો હતો.જેમાં વિધાનસભા વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ ધરીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.ત્યારબાદ સાંસદ જશવંતસિંહ ભાભોરે કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું.ધારાસભ્યની કૃષિ મંત્રી રમેશભાઈ કટારાએ ભાજપની સરકારમાં થયેલા વિકાસ કાર્યો છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે અને સરકારનો લાભ મળી રહ્યો છે. તેમજ પીએમ કિસાન યોજના અંતર્ગત અને વરસાદમાં થયેલા નુકસાન અંતર્ગત સરકાર દ્વારામાં આપવામાં આવેલ નાણા સીધેસીધા ખાતામાં જમા થયા હતા તે બાબતની વાતો રજૂ કરી હતી.પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે.મારી જમણી બાજુ શક્તિ કેન્દ્રના સંયોજક તો ડાબી બાજુમાં બુથ પ્રમુખ બેઠા છે.એ ખાલી અને ખાલી ભાજપમાં જ શક્ય છે.20 વષૅ પહેલા લોકોને પાણી માટે વલખાં મારવાં પડતાં હતા.પરંતું અત્યારે બધા તળાવો ભરેલા જોવા મળે છે.
કોંગ્રેસ ઉપર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યુ કે,કોંગ્રેસ વાળા બાટલા બતાવીને દેખાવો કરે છે.તેમને પૂછો કે તેમના રાજમાં માતાઓ ચૂલાઓ પર ધુમાડામાં રસોઈ બનાવતા હતા.રસોઇ માટે બાટલા ભાજપ સરકારે જ આપ્યા તો પછી કોંગ્રેસ વાળાને બાટલા બતાવવાનો હક જ નથી.કોંગ્રેસના માણસો ચૂંટણીનો પ્રચાર કરવા આવે તો તેમને સીધો રસ્તો બતાવી દેજો.તેમણે 60 વર્ષ સુધી રાજ કર્યું પરંતુ પ્રજાનો વિકાસ કર્યો નથી. જ્યારે અન્ય પાર્ટીનો ઉલ્લેખ કર્યા વિના જણાવ્યું હતું કે,અન્ય બીજા પક્ષ ઝાડુંથી સાફ થઈ જશે.જોકે આ કાર્યક્રમમાં સ્થાનિક પત્રકારોનો શાબ્દિક સ્વાગતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.
આ કાર્યક્રમમાં શક્તિ કેન્દ્રના સંયોજક હિતેશ કલાલ અને બુથ પ્રમુખ આશિત પંચાલ દ્વારા પણ ચોપડાઓ આપીને પ્રદેશ અધ્યક્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યકર્તા સંમેલનમાં હજારો સંખ્યામાં જનતા,કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેતા બેઠક વ્યવસ્થા પણ ટૂંકી પડી હતી.
