દાહોદ ગુડ્સ શેડ પરથી પહેલી વાર લાઈમસ્ટોન લોડિંગ, રતલામ મંડળને મળ્યો નવો માલ ગ્રાહક.! 4107 ટન લાઈમસ્ટોન ભરેલી પહેલી રેક રવાના: રેલવેને 50 લાખ આવકનો અંદાજ 

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ ગુડ્સ શેડ પરથી પહેલી વાર લાઈમસ્ટોન લોડિંગ, રતલામ મંડળને મળ્યો નવો માલ ગ્રાહક.!

4107 ટન લાઈમસ્ટોન ભરેલી પહેલી રેક રવાના: રેલવેને 50 લાખ આવકનો અંદાજ 

બાસવાડાથી દાહોદ સુધી સપ્લાય ચેઇન શરૂ, દેશભરમાં થશે પરિવહન.

દાહોદ તા. 18

 

પશ્ચિમ રેલવેના રતલામ મંડળ દ્વારા મુસાફરોની સાથે સાથે (ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન)માલ પરિવહન સેવાઓમાં પણ સતત સુધારા કરવામાં આવી રહ્યા છે. આ જ દિશામાં દાહોદમાં આધુનિક સુવિધાઓથી સજ્જ નવો ગુડ્સ શેડ બનાવવામાં આવ્યો છે,જ્યાં ફુલ રેક હેન્ડલિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ નવા ગુડ્સ શેડ પરથી 18 માર્ચ 2026ના રોજ પ્રથમ વખત લાઈમસ્ટોનની લોડિંગ કરવામાં આવી હતી. બોક્સ એન રેકમાં કુલ 4107 ટન લાઈમસ્ટોન ભરવામાં આવ્યું હતું. આ રેક દાહોદથી મધ્ય રેલવેના બોમ્બે મંડળ હેઠળ આવેલા JSW સ્ટીલ સાઈડિંગ માટે રવાના કરવામાં આવી છે. નોંધનીય બાબત છે કે આ રેક અંદાજે 634 કિલોમીટરનો અંતર કાપશે. આ લોડિંગથી રેલવેને આશરે 50 લાખ રૂપિયાનું આવક મળવાની સંભાવના છે. સાથે જ આ પહેલથી રેલવેને એક નવો માલ ગ્રાહક પણ મળ્યો છે, જે ભવિષ્યમાં નિયમિત રીતે રેલવે મારફતે માલ પરિવહન કરશે.

રતલામ મંડળના વાણિજ્ય અને ટ્રાફિક વિભાગના સંકલિત પ્રયાસોથી નવા ગ્રાહકોને રેલવે તરફ આકર્ષવામાં સફળતા મળી રહી છે. આ પહેલ માત્ર આવક વધારવામાં જ નહીં પરંતુ પર્યાવરણને અનુકૂળ અને કિફાયતી પરિવહનને પણ પ્રોત્સાહન આપે છે.

દાહોદના નવા માલગોદામથી લાઈમ સ્ટોન પથ્થર ભરેલી માલગાડીનો પહેલો જથ્થો ગઈકાલે રવાના કરવામાં આવ્યો હતો આ સાથે નવા માલ ગોદામની શરૂઆત થઈ છે. આ લાઈમ સ્ટોન પથ્થર રાજસ્થાનના બાસવાડાના કોઠારામાં નીકળે છે.ત્યાંના વન્ડર માર્બલ એલએલપી કંપની દ્વારા આ પથ્થરો ટ્રકમાં ભરીને 100 km દૂર દાહોદના માલ ગોદામ ખાતે લાવશે.અને ત્યાંથી ટ્રેન મારફતે દેશના વિવિધ શહેરોમાં નિર્યાત થશે. લાઈમ સ્ટોન પથ્થરથી સિમેન્ટ બનતી હોવાથી હવે દાહોદ થી ગયેલા પથ્થરોથી કંપનીમાં સિમેન્ટ બનશે. હાલ રેલવેમાં સુજલ લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ ભરૂચ દ્વારા પ્રથમ ગ્રાહક બની આ લાઈમ સ્ટોન પથ્થરની લોડીંગ કરવામાં આવી છે. જોકે આ રેલમાલ ગોદમથી એકવારમાં 4000 મેટ્રિક ટન લોડ કરવાની ક્ષમતા સાથે બનાવવામાં આવ્યું છે. જે દાહોદ માટે મોટી ઉપલબ્ધી છે.

*અગાઉ જુના માલગોદામથી સિમેન્ટ અને ઘઉં 5બહાર નિર્યાત થતા હતા.

દાહોદમાં નવો માલ ગોદામ યાર્ડમાં બનાવવામાં આવ્યું છે. આ પહેલા દાહોદના ગોદીરોડ એન્ટ્રી પાસે બનાવવામાં આવ્યું હતું. ભૂતકાળમાં આ માલ ગુલામ થી સિમેન્ટ બહારના રાજ્યોમાં નિર્યાત થતું હતું. સાથે જ ખાદ્યસામગ્રી પણ નિર્યાત અને આયાત થતી હતી. પરંતુ મુસાફરોની અગવડતા તેમજ પ્લેટફોર્મ નંબર ચાર બનતા આ માલ તોડી નાખવામાં આવ્યું હતું. હવે નવા માલ ગોદામ યાર્ડમાં બનતા હવે અહીંયાથી ગુડસને વેગ મળશે. રેલવેને રેલવેનોમાં વધારો થશે સાથે જ રોજગારીની નવી તકો ઊભી થશે.

Share This Article