*દાહોદ જિલ્લામાં રસોઈ ગેસની આપૂર્તીને પહોંચી વાળવા ઉર્જાના સ્વદેશી રસ્તા અપનાવવા આદિવાસી પરિવારો દ્વારા પહેલ*
*સુખસર તાલુકાના વાગ્ધારા સંસ્થાના માર્ગદર્શનથી ભિતોડી, પાટડિયા,ઘાણીખુટ,માધવા,લખણપુર અને હડમત ગામોના છ ખેડૂત ભાઈઓ દ્વારા બાયોગેસ સ્થાપિત કર્યા*
સુખસર,તા.17

હાલ મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે રસોઈ ગેસ આપૂર્તિના લીધે ઘણી બધી શંકાઓ આશંકાઓ પ્રચલિત થઈ રહી છે.આ વચ્ચે આદિવાસી પરિવારોએ ઉર્જાના સ્વદેશી રસ્તા અપનાવવા તરફ વળ્યા છે.સુખસર તાલુકાના ગામોમાં વાગ્ધારા સંસ્થાના માર્ગદર્શનમાં લગભગ છ પરિવારોને પોતાના ઘરોમાં બાયોગેસ સયંત્ર સ્થાપિત કર્યા હોવાનું જાણવા મળે છે.હવે તે ઘરોમાં રસોઈ બાયોગેસ ચૂલા ઉપર ચાલી રહ્યા છે. અને ગ્રામિણો એલ.પી.જી સિલિન્ડરની અનિશ્ચિતતા થી રાહત અનુભવી રહ્યા છે. ખરેખર ગેસની અછતના આ દિવસોમાં ઈરાન અમેરિકા વચ્ચે તણાવના કારણે સંભવિત ગેસ આપૂર્તિ સંકટની ચર્ચા વચ્ચે ઘણા બધા વિસ્તારોમાં રસોઈ ગેસને લઈને ચિંતા વધી રહી છે.આવા સમયમાં સુખસર તાલુકાના અમુક આદિવાસી પરિવારોને સંસાધનો થી ઉર્જા આત્મ નિર્ભરતાનો રસ્તો અપનાવી લીધો છે.એક ઉદાહરણ તરીકે જોઈએ તો બાયોગેસ સયંત્ર થી ફક્ત જમવાનું બને એવું નથી પરંતુ જંગલથી લાકડા લાવવાની મજબૂરી ઓછી થઈ છે.સાથે ચુલાના ધુમાડાથી સંભવિત સ્વાસ્થ્ય સમસ્યા ઓથી મહિલાઓને રાહત મળી રહી છે.આ રીતે ઘરોની પાસે ખેતરમાં બાયોગેસ પ્લાન્ટ બનાવી શકાયછે.
સુખસરતાલુકાનાભિતોડી,પાટડીયા,ઘાણીખુટ, માધવા,લખણપુર અને હડમત ગામોની અંદર એક-એક ખેડૂત ભાઈ ને ત્યાં બાયોગેસ સયંત્ર લાગેલા છે. જીતુભાઈ પારગી ભીતોડી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,આ એક બદલાવની મિસાલ છે.પહેલા અનેક પરિવારો રોજ જંગલમાં જાય અને લાકડા લાવી અને ભોજન બનાવતા હતા.પરંતુ હવે ઘરમાં બાયોગેસ સયંત્ર થી ભોજન બને છે.પ્લાન્ટથી નીકળતો બાયોગેસનો ઉપયોગ ગ્રામીણ ભોજન બનાવવામાં અને અન્ય કાર્યોમાં ઉપયોગ થાય છે.વાગ્ધારા સંસ્થાના પ્રતિનિધિ ગીરીશભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે,બાયોગેસ સયંત્ર પર્યાવરણ માટે એક વરદાન રૂપ છે.બાયોગેસ ફક્ત બળતણ નથી. પરંતુ પર્યાવરણ રક્ષણ માટેનું એક મોડલ છે.વનનું રક્ષણ થાય છે. લાકડાની અછતને પુરી પાડે છે.જેથી વૃક્ષોનુ નિકંદન રોકાય છે.નીકળતો સેલરી જમીનની ફળદ્રુપતા વધારે છે. સ્વસ્થ સુધાર જેનાથી ગામડા પણ સાફ સુથરા રહે છે.અને ગામમાં ફેલાતી ગંદકી પણ ઓછી થાય છે.આના માટે ઘરમાં ફક્ત ત્રણ થી ચાર પશુઓમાં જરૂરી છે.જેનાથી આપણને ગેસ પણ મળે છે.શુદ્ધ દેશી ખાતર પણ મળે છે.જેના લીધે યુરિયા, ડી.એ.પી નો ઉપયોગ બંધ કરી છાણનો ઉપયોગ કરી શકાય છે.
