બાબુ સોલંકી :- સુખસર
*સુખસર તાલુકાના મોટા નટવાનો 25 વર્ષીય યુવાન ગુમ થતા પોલીસમાં જાણ કરાઇ*
સુખસર,તા.17
સુખસર તાલુકાના મોટા નટવાના કેસર ફળિયામાં રહેતા સ્વપ્નિલકુમાર વાલમસિંહ ચરપોટ(ઉંમર વર્ષ.25)નાઓ ગત 14 માર્ચના સવારના 8 વાગ્યાના અરસામાં હું ખુલ્લામાં બાથરૂમ જાઉં છું તેમ જણાવી ઘરેથી નીકળ્યા બાદ મોડે સુધી પરત ઘરે નહીં આવતા આસપાસ,ગામમાં,આજુબાજુના ગામડાઓ તથા સગા સંબંધીઓમાં તપાસ કરવા છતાં કોઈ ભાળ મળી ન હતી.જેથી ગુમશુદા સ્વપ્નિલ કુમાર ની પત્ની પ્રિયંકા બેને સુખસર પોલીસ સ્ટેશનમાં પોતાનો પતિ ગુમ થવા બાબતે જાહેરાત આપતા સુખસર પોલીસે જાણવા જોગ નોંધ લઈ સ્વપ્નિલ કુમારની ભાળ મેળવવા તપાસ ચાલુ કરી હોવાનું જાણવા મળે છે.
ગુમશુદા સ્વપ્નિલ કુમાર ઘરેથી નીકળ્યા તેવા સમયે શરીરે રાખોડી, સફેદ તથા ભૂખરા કલરની આડા પટ્ટા વાળી ટીશર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ હતું.જમણા હાથે ટચલી આંગળીની બાજુવાળી આંગળી એ ચાંદીની વીંટી પહેરેલ છે.શરીર એ મધ્યમ બાધાના તથા તથા ધઉ વર્ણ છે.તેઓ ગુજરાતી તથા હિન્દી ભાષા બોલી તથા સમજી શકે છે.જે કોઈને પત્તો મળે તેમણે સુખસર પોલીસ સ્ટેશનમાં અથવા મોબાઈલ નંબર 93166 41 139 ઉપર જાણ કરવા જણાવાયુ છે.
